ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કર્યા તો 20% પગાર કપાશે! જાણો સરકારનો નિયમ

નેશનલ / પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કર્યા તો 20% પગાર કપાશે! જાણો સરકારનો નિયમ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:36 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assam Government: આસામમાં મુખ્યમંત્રી હિંમતા બિસ્વા દ્વરા સરકારી કર્મીઓના બીજા લગ્નને લઇને મોટુ એલાન કરવામાં આવ્યુ છે.

ADVERTISEMENT

Assam Government: આસામમાં મુખ્યમંત્રી હિંમતા બિસ્વા દ્વરા સરકારી કર્મીઓના બીજા લગ્નને લઇને મોટુ એલાન કરવામાં આવ્યુ છે. પહેલી પત્નીની કાયદેસરના તલાક લિધા વગર બીજી શાદી કરવા અથવા તેને છોડીને બીજી મહિલા સાથે રહેનાર કર્મચારીના પગારના 20 ટકા કાપવામાં આવી શકે છે.

આસામ સરકારના કર્મીઓને હવે ચોરીછુપી બીજા લગ્ન કરવા અને કોઇ અન્ય સ્ત્રી સાથેના સંબંધો ભારે પડી શકે છે. સોમવારે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી હતી કે જે સરકારી કર્મચારીઓ પોતાની પહેલી પત્નીને છોડીને કાયદેસર છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરે તો તેમના પગારમાં 20 ટકા કાપ મૂકવામાં આવશે. ખાસ વાત એ છે કે કાપવામાં આવેલી રકમ પહેલી પત્નીના ખાતામાં જમા કરવામાં આવશે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે કર્મચારી અનૌપચારિક રીતે બીજી મહિલા સાથે રહેવાનું અથવા લગ્ન કરવાનું શરૂ કરે છે, તો તેના પગારમાંથી 20 ટકા કાપવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ સરકારી કર્મચારીનો લગ્નેત્તર સંબંધ હોય તો તેના પગારમાંથી 20 ટકા કાપવામાં આવી શકે છે.

તેમના પગારનો આ 20 ટકા હિસ્સો સરકારમાં જમા કરાવવાને બદલે સીધી પહેલી પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. જોકે પહેલી પત્નીએ આ માટે સરકારને અરજી કરવી પડશે.

કાર્યવાહી અધુરી હોય તો...

હિમંતા બિસ્વા સરમાના મતે તેમણે ઘણા એવા કિસ્સાઓ જોયા છે જ્યાં સરકારી કર્મચારીઓએ તેમની પત્નીઓ સાથેના સંબંધો તોડી નાખ્યા છે પરંતુ તેમને કાયદેસર રીતે છૂટાછેડા આપ્યા નથી. આમ છતાં તેઓએ બીજી મહિલા સાથે રહેવાનું અથવા ફરીથી લગ્ન કર્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય તો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પગાર કાપ ચાલુ રહી શકે છે.

આ નિર્ણયનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે પહેલી પત્નીને પગાર કાપનો સીધો લાભ મળશે. સરકારને સુપરત કરાયેલી અરજીના આધારે પગારનો 20% હિસ્સો તેના બેંક ખાતામાં જમા કરાવી શકાય છે. આનો હેતુ એવી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય-અનિલ મિશ્રાને ક્લીન ચિટ! SITએ 8 લોકોને ગણાવ્યા દોષી

આસામ બહુપત્નીત્વ પર પહેલાથી જ કડક છે

આસામ સરકાર બહુપત્નીત્વ સામે પહેલાથી જ કડક વલણ અપનાવી રહી છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી છે, જેમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈઓ શામેલ છે. મુખ્યમંત્રીની નવી જાહેરાતને સરકારી કર્મચારીઓ માટે હાલના નિયમોને વધુ કડક બનાવવા તરીકે જોવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Assam Government Himta Biswa

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ