બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય-અનિલ મિશ્રાને ક્લીન ચિટ! SITએ 8 લોકોને ગણાવ્યા દોષી

નેશનલ / રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય-અનિલ મિશ્રાને ક્લીન ચિટ! SITએ 8 લોકોને ગણાવ્યા દોષી

Published By: Bijal Vyas

Last Updated: 12:53 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરમાં ચઢાવાની ચોરી મામલામાં SITએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં આરોપીઓ તરીકે રામ મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

રામ મંદિરમાં ચઢાવાની ચોરીના કેસમાં SITએ શ્રીરામ જન્મભૂમિ મંદિરના ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાને ક્લીન ચિટ આપી છે. ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે રામ મંદિરમાં ચઢાવાની ચોરીની તપાસ માટે SITની રચના કરી હતી. SITએ તેનો તપાસ અહેવાલ રજૂ કર્યો છે, જેમાં ચંપત રાય કે અનિલ મિશ્રાનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

SITના આ રિપોર્ટમાં ચોરીને અંજામ આપનાર માત્ર આઠ જ લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. રિપોર્ટમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રમાશંકર યાદવ (ઉર્ફે ટીનુ)ને આરોપી તરીકે ઓળખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ મામલે તપાસ શરૂ થયા બાદ ચંપત રાય અને અનિલ મિશ્રાએ પોતાના પદો પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા પછી, ચંપત રાયે અયોધ્યામાં ચાર મહિનાના 'ચતુર્માસ' ધાર્મિક વ્રતનું પાલન કરવાનો નિર્ણય લીધો. તેઓ 21 નવેમ્બર સુધી અયોધ્યામાં રહીને 'રામ મંત્ર'નો જાપ અને 'રામચરિતમાનસ'નો પાઠ કરશે. પોતાની આધ્યાત્મિક સાધનાના ભાગરૂપે તેઓ દરરોજ લગભગ 6 કલાક મૌન પાળે છે. 7 જૂનથી તેઓ રામકોટ સ્થિત 'તીર્થ ક્ષેત્ર ભવન'માં એકાંતવાસમાં છે.

બીજી તરફ અયોધ્યામાં 'રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ના પદ માટેની પસંદગી પ્રક્રિયા તેના અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. આ પદ માટેના ઇન્ટરવ્યુનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને ત્રણ નામોની અંતિમ પેનલ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના બે અગ્રણી અધિકારીઓ આ પદની રેસમાં સૌથી આગળ છે. ખાસ કરીને યોગેશ્વર રામ મિશ્રા અને રાજેશ પાંડેના નામોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચોઃ પૂરપાટ પિકઅપ ડમ્પર સાથે અથડાતા ઘટનાસ્થળે જ 8 લોકોના કમકમાટીભર્યા મો*ત, 26 ઘાયલ

રામ મંદિરના સીઈઓ (CEO) પદ માટેની પસંદગી પ્રક્રિયા ઘણી લાંબી અને કઠોર રહી છે. શરૂઆતમાં દેશભરમાંથી 5,585 અરજીઓ મળી હતી. તેમાંથી 3,877 ઉમેદવારોએ તેમના વિગતવાર બાયોડેટા (CV) રજૂ કર્યા હતા, ત્યારબાદ ઇન્ટરવ્યુનો તબક્કો શરૂ થયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

donation theft sit submits report Ayodhya ram mandir anil mishra champat rai clean chit

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ