બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / અજીત અગરકરનું પદ રહેશે કે જશે? સપ્ટેમ્બરમાં BCCI લેશે મોટો નિર્ણય

સ્પોર્ટ્સ / અજીત અગરકરનું પદ રહેશે કે જશે? સપ્ટેમ્બરમાં BCCI લેશે મોટો નિર્ણય

Published By: Jinal Chauhan

Last Updated: 02:40 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનો ત્રણ વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે. શ્રીલંકા સિરીઝ બાદ BCCI તેમના કાર્યકાળને વધુ એક વર્ષ લંબાવવો કે નહીં તે અંગે મોટો નિર્ણય લઈ શકે છે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનો ત્રણ વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે. હવે તેમના કાર્યકાળને વધુ એક વર્ષનું એક્સટેન્શન મળશે કે નહીં તેના પર સૌની નજર છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ બાદ BCCI અગરકર સાથે બેઠક કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં તેમના કાર્યકાળને એક વર્ષ લંબાવવા અંગે ચર્ચા થશે. દરમિયાન રોહિત શર્માના વનડે ભવિષ્યને લઈને BCCI અને પસંદગીકારો વચ્ચે મતભેદના અહેવાલોએ મામલો વધુ રસપ્રદ બનાવ્યો છે.

સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે અગરકરનો કાર્યકાળ

અજીત અગરકરે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2026માં પૂરો થવાનો છે. નિયમ મુજબ તેમના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવી શકાય છે. હવે શ્રીલંકા સામેની સિરીઝ પૂર્ણ થયા બાદ BCCI તેમના ભવિષ્ય અંગે ચર્ચા કરી શકે છે.

BCCI અગરકર સાથે કરશે મહત્વની બેઠક

રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકા સિરીઝ બાદ BCCIના અધિકારીઓ અગરકર સાથે મુલાકાત કરી શકે છે. આ બેઠકમાં તેમની કામગીરી અને આગળની યોજનાઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગી સમિતિની ભૂમિકા મહત્વની બની શકે છે. આ બેઠક બાદ અગરકરના કાર્યકાળને એક વર્ષનું એક્સટેન્શન મળશે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે છે.

Ajit-Agarkar

રોહિત શર્માના ભવિષ્યને લઈને થયો વિવાદ

અગરકરની પસંદગી સમિતિ અને BCCI વચ્ચે રોહિત શર્માના વનડે કરિયર અંગે મતભેદના અહેવાલો સામે આવ્યા હતા. પસંદગીકારો 2027ના વનડે વર્લ્ડ કપ માટે યુવા ખેલાડીઓને તૈયાર કરવા માંગતા હોવાનું કહેવાય છે. આ દરમિયાન રોહિતને પોતાના વનડે ભવિષ્ય અંગે સંકેત આપવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.

રોહિતે લોર્ડ્સમાં સદી ફટકારી

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં રોહિત શર્માએ શરૂઆતની બે મેચમાં 11 અને 26 રન બનાવ્યા હતા. ત્યારબાદ લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી વનડેમાં તેમણે શાનદાર 138 રનની ઇનિંગ રમી હતી. આ સદી બાદ રોહિતના વનડે ભવિષ્યને લઈને ચર્ચાએ ફરી જોર પકડ્યું. તેમના અનુભવને જોતા ટીમમાં તેમની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠ્યા છે.

vtv app promotion

આ પણ વાંચોઃ નિવૃત્તિ લીધા પછી રોહિત અને કોહલી શું કરશે? અશ્વિને કહી મોટી વાત

વેસ્ટઈન્ડિઝ સિરીઝમાં રોહિતની થઈ શકે વાપસી

રિપોર્ટ્સ અનુસાર ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માએ BCCIના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પસંદગીકારોના નિર્ણય અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. લોર્ડ્સમાં સદી અને ત્યારબાદ થયેલી વાતચીતને જોતા રોહિતને વેસ્ટઈન્ડિઝ સામેની ઘરઆંગણે યોજાનારી વનડે સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. હવે અગરકરના કાર્યકાળ અને રોહિતના ભવિષ્ય અંગે BCCI શું નિર્ણય લે છે તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Agarkar Rohit Sharma BCCI

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ