ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:06 PM, 14 August 2026
ADVERTISEMENT
Indian Cricketer: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ પછીની ભૂમિકાઓ પર ચર્ચા કરી હતી. એવું માનવામાં આવે છે કે બંને 2027 વર્લ્ડ કપ પછી વન ડે માંથી નિવૃત્તિ લેશે.
ADVERTISEMENT
વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે ઘણું કર્યું છે, જેના કારણે તેમને ચાહકોનો પ્રેમ મળ્યો છે. વન ડે માંથી તેમની નિવૃત્તિ નિઃશંકપણે તેમની ગેરહાજરી મહેસુસ કરાવશે. કોહલી અને રોહિત 2027 વનડે વર્લ્ડ કપમાં રમવાનું લક્ષ્ય રાખે છે, અને એવું માનવામાં આવે છે કે બંને આ ટુર્નામેન્ટ પછી વન ડે માંથી નિવૃત્તિ લેશે. પહેલા એવી અટકળો હતી કે તેઓ નિવૃત્તિ પછી કોચિંગમાં કારકિર્દી બનાવી શકે છે. હવે તેમના એક સારા મિત્ર અને સાથી ખેલાડી અશ્વિને આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
શું રોહિત અને કોહલી નિવૃત્તિ પછી કોચિંગમાં પ્રવેશ કરશે?
ADVERTISEMENT
રવિચંદ્રન અશ્વિન માને છે કે નિવૃત્તિ પછી તરત જ બંનેમાંથી કોઈ કોચિંગમાં આવશે તેવી શક્યતા ઓછી છે. તેમનું માનવું છે કે બંને મેદાનથી દૂર થોડો સમય વિતાવવા માંગશે. જો કે તેમનું માનવું છે કે રોહિત ભવિષ્યમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે ભૂમિકા નિભાવી શકે છે.
પોતાની યુટ્યુબ ચેનલ પર અશ્વિને કહ્યું, "મને નથી લાગતું કે વિરાટ કોહલી નિવૃત્તિ પછી તરત જ કોચિંગ માટે તૈયાર થશે. શક્ય છે કે રોહિત મુંબઈ સાથે કોઈ ભૂમિકામાં આવી શકે, પરંતુ મને કોહલી વિશે ખબર નથી. મને લાગે છે કે તે વિરામ લેશે."
ADVERTISEMENT
વિરાટની વાત કરીએ તો તે પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે અને વન ડે શ્રેણી અથવા આઇપીએલ દરમિયાન ભારત આવે છે. જોકે અશ્વિન માને છે કે નિવૃત્તિ પછી તરત જ કોઈ ભૂમિકા ભજવવાને બદલે તે વિરામ લઈ શકે છે અને મુખ્ય કોચ કરતાં અલગ ભૂમિકાથી શરૂઆત કરી શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / શ્રીલંકા પ્રવાસ દરમ્યાન ટીમ ઈન્ડિયા સાથે ગયેલા પ્લેયરને મળી સરકારી નોકરી, જાણો નામ
અશ્વિને કહ્યું, "જો રોહિત નિવૃત્તી લે છે, તો મુંબઈ ઇન્ડિયન્સે તાત્કાલિક તેના પર વિચાર કરવો જોઈએ. એવી ભૂમિકા જેણે ટીમને પાંચ ટાઇટલ અપાવ્યા છે અને ભારતને વર્લ્ડ કપ જીત અપાવી છે તે સરળતાથી મળતી નથી. હેડ કોચનું કામ ખૂબ જ મહેનત વાળુ છે, તેથી આ ભૂમિકામાં શરૂઆત કરવાને બદલે તે 2-3 વર્ષ માટે વિરામ લઈ શકે છે અને બીજી ભૂમિકા ભજવી શકે છે." રાહુલ દ્રવિડનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું, "જેમ રાહુલ ભાઈ એ કર્યુ, બ્રેક લઇને આવ્યા હતા."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT