ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 8મી ઓક્ટોબરે યોજાશે GST કાઉન્સિલની 57મી બેઠક, આ લોકોને મળી શકે છે મોટી રાહત!

બિઝનેસ / 8મી ઓક્ટોબરે યોજાશે GST કાઉન્સિલની 57મી બેઠક, આ લોકોને મળી શકે છે મોટી રાહત!

Published By: Pravin Joshi

Last Updated: 07:05 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 8 ઓક્ટોબરના રોજ યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં નોકરીયાત વર્ગ, દર્દીઓ અને ફાર્મા સેક્ટર માટે કેટલાય મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.

ADVERTISEMENT

નોકરીયાત વર્ગ, ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ અને ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે આગામી દિવસોમાં મોટા રાહતના સમાચાર આવી શકે છે. 8 October ના રોજ યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સ સંબંધિત કેટલાય પ્રસ્તાવો પર મંજૂરીની મહોર વાગી શકે છે. આ બેઠકમાં કર્મચારીઓના ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ, દુર્લભ બીમારીઓની દવાઓ અને ફાર્મા નિકાસ ક્ષેત્રે મહત્વના સુધારાની પ્રબળ શક્યતા છે.

gst-simple

કર્મચારીઓને ઇનડાયરેક્ટ ફાયદો: ગ્રુપ ઈન્સ્યોરન્સ પર ITC ની તૈયારી

હાલમાં જ્યારે કોઈ કંપની તેના કર્મચારીઓ માટે ગ્રુપ હેલ્થ અથવા ગ્રુપ લાઇફ ઈન્સ્યોરન્સ લે છે, ત્યારે તેને પ્રીમિયમ પર 18% GST ચૂકવવો પડે છે. આ GST પર કંપનીઓને Input Tax Credit (ITC) મળતી નથી, જેથી તે ટેક્સ કંપની માટે વધારાનો બોજ બની જાય છે.

હવે સરકાર આ નિયમમાં ફેરફાર કરીને કંપનીઓને ITC ની સુવિધા આપવા વિચારી રહી છે. આ ફેરફારથી કંપનીઓના બેંક ખાતામાં સીધા નાણાં નહીં જાય, પરંતુ ઈન્સ્યોરન્સ કોસ્ટ ઘટી જવાથી કંપનીઓ તે જ બજેટમાં કર્મચારીઓને વધુ કવરેજ અને બહેતર હેલ્થ પોલિસી આપી શકશે. organized sector ની મોટાભાગની કંપનીઓ આનો લાભ મેળવી શકશે.

medicines1

દુર્લભ બીમારીઓની આયાતી દવાઓ પર GST મુક્તિ

સરકાર 7 જેટલી દુર્લભ બીમારીઓના ઇલાજ માટે વિદેશથી આયાત કરવામાં આવતી દવાઓ, મેડિસિન અને સ્પેશિયલ ફૂડ પ્રોડક્ટ્સ પરથી GST સંપૂર્ણપણે હટાવવા પર વિચાર કરી રહી છે. હાલમાં આ બીમારીઓની સારવાર ખૂબ જ મોંઘી છે અને દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. GST નાબૂદ થવાથી પીડિત પરિવારોને દવાઓ ખરીદવામાં સીધો આર્થિક ફાયદો થશે.

gst-meeting-simple

ફાર્મા ક્ષેત્ર અને વિદેશી બિઝનેસ માટે મોટા સુધારા

ભારતીય ફાર્મા કંપનીઓ કે જે વિદેશી કંપનીઓ માટે ક્લિનિકલ ટ્રાયલ, ટેસ્ટિંગ, રિસર્ચ અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે, તે સેવાઓને 'Export of Services' નો દરજ્જો આપવાનો પ્રસ્તાવ છે. આ નિર્ણયથી આવી સેવાઓ પર લાગતો 18% GST નો બોજ દૂર થશે અને વૈશ્વિક બજારમાં ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મકતા વધશે.

વધુ વાંચો : ગુજરાત સહિત 4 રાજ્યોને જોડશે નવી અમૃત ભારત ટ્રેન, 130 કિમી પ્રતિ કલાકની ઝડપ, 10 કલાક 30 મિનિટમાં 2,532 કિમીનું અંતર

તેમજ, જે ફાર્મા કંપનીઓએ 18% GST વાળા ઇનપુટ નો ઉપયોગ કર્યો છે, તેમના રિફન્ડની પ્રક્રિયા પણ ઝડપી બનાવાશે. જોખમ તપાસ બાદ લગભગ 90% રિફન્ડ દાવા આપોઆપ મંજૂર કરવાની નવી વ્યવસ્થા લાવવાની યોજના છે. વિદેશમાં પોતાની બ્રાન્ચ દ્વારા સેવાઓ આપતી કંપનીઓને પણ Zero-Rated Export ના દાયરામાં લાવીને ટેક્સની મુશ્કેલીઓમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TaxRelief GST GSTCouncil

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ