ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેદાનમાંથી લાંબા સમય માટે આઉટ થયો આ ઈજાગ્રસ્ત ખેલાડી

સ્પોર્ટ્સ / ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેદાનમાંથી લાંબા સમય માટે આઉટ થયો આ ઈજાગ્રસ્ત ખેલાડી

Published By: Pravin Joshi

Last Updated: 05:14 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન્ડ પ્રવાસ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે, જ્યાં 30 વર્ષીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ઓછામાં ઓછા 3 અઠવાડિયા માટે મેદાનથી દૂર થઈ ગયો છે.

ADVERTISEMENT

વેસ્ટ ઇન્ડીઝ સામેની T20 સિરીઝ બાદ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં ત્રણેય ફોર્મેટની સિરીઝ રમાવાની છે. પરંતુ આ મહત્વપૂર્ણ પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમનો 30 વર્ષીય જમણા હાથનો ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ડાબા પગની હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ઓછામાં ઓછા 3 અઠવાડિયા માટે ક્રિકેટના મેદાનથી દૂર થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 4 નવેમ્બરથી શરૂ થઈ રહેલી ન્યુઝીલેન્ડ સામેની 5 મેચોની વનડે સિરીઝમાંથી તે બહાર રહે તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.

Prasidh Krishna

વેસ્ટ ઇન્ડીઝ સામે મેચ દરમિયાન થઈ ઈજા

ગુવાહાટી ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાને આ ઈજા થઈ હતી. વિન્ડીઝની ઇનિંગ્સની 31મી ઓવરમાં માત્ર 5 ઓવર ફેંક્યા બાદ તેને દુખાવાના કારણે મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. આ જ કારણે તે ન્યૂ ચંડીગઢ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં પણ રમી શક્યો નહોતો. ઈજામાંથી બહાર આવવા અને ફિટનેસ પુનઃપ્રાપ્ત કરવા માટે તે હાલ BCCI ના બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પહોંચી ગયો છે.

રિકવરી પ્લાન અને ટેસ્ટ સિરીઝમાં વાપસીની આશા

BCCI ની મેડિકલ ટીમના જણાવ્યા અનુસાર, તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં લગભગ 3 અઠવાડિયાનો સમય લાગશે. ત્યારબાદ 4થા અઠવાડિયાથી તે પૂરી રન-અપ અને સ્પીડ સાથે બોલિંગ પ્રેક્ટિસ શરૂ કરી શકશે. રિકવરીના આ સમયગાળાને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ તેની સાથે કોઈ જોખમ લેવા માગતું નથી, જેથી ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં તેને આરામ આપવામાં આવશે.

વધુ વાંચો : ગુજરાત સહિત 4 રાજ્યોને જોડશે નવી અમૃત ભારત ટ્રેન, 130 કિમી પ્રતિ કલાકની ઝડપ, 10 કલાક 30 મિનિટમાં 2,532 કિમીનું અંતર

આ ઈજાના કારણે તે 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં કર્ણાટક ટીમ તરફથી પણ આંધ્ર પ્રદેશ સામે રમી શકશે નહીં. જોકે, ટીમ ઇન્ડિયા માટે રાહતના સમાચાર એ છે કે ન્યુઝીલેન્ડ સામેની 2 મેચોની ટેસ્ટ સિરીઝ 19 નવેમ્બરથી શરૂ થઈ રહી છે, જેમાં હજુ 1 મહિના કરતાં વધુ સમય બાકી છે. બોર્ડ અને મેનેજમેન્ટનું મુખ્ય ફોકસ તેને ટેસ્ટ મેચો માટે સંપૂર્ણ રીતે મેચ-ફિટ અને તાજો રાખવા પર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TeamIndia PrasidhKrishna INDvsNZ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ