ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'પત્નીએ દાદીની હત્યા કરી' પોલીસમાં પહોંચ્યો પતિ, પછી 3 સભ્યોની હત્યાનો પર્દાફાશ, પતિની પણ સંડોવણી

સુરત / 'પત્નીએ દાદીની હત્યા કરી' પોલીસમાં પહોંચ્યો પતિ, પછી 3 સભ્યોની હત્યાનો પર્દાફાશ, પતિની પણ સંડોવણી

Published By: Hiralal Parmar
Reported By: Nirmal Patel

Last Updated: 04:00 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત જિલ્લાના કોસંબામાં ચાર વર્ષ જૂના ટ્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

ADVERTISEMENT

સુરત જિલ્લાના કોસંબામાં ચાર વર્ષ જૂના ટ્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મહિલાના મોતને બીમારી ગણાવી પરિવાર અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા, આજે એ જ મહિલાનો દફન કરાયેલો મૃતદેહ પોલીસની તપાસમાં બહાર કાઢવામાં આવ્યો છે. કોસંબા નજીક સાવા ગામની સીમમાં સ્મશાનમાંથી આઠ ફૂટ ઊંડે દફન કરાયેલું હાડપિંજર મળ્યું છે. આરોપ છે કે પતિ-પત્નીએ મળીને પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી હતી અને એક પછી એક હત્યાને બીમારી અને કોરોનાના મોતનું રૂપ આપી દીધું હતું.

2022માં શું બન્યું હતું?

ચાર વર્ષ પહેલા કોસંબામાં જાણે બીમારીના નામે મોતનો ખેલ ખેલાયો હતો. ભારતી ઉર્ફે ભગવતી કમલેશભાઈ વસાવા નામની મહિલાની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આરોપ મુજબ ટીબીની બીમારીથી પીડાતી ભારતીના સારવારના ખર્ચથી કંટાળેલા પતિ માધવદાસ સાધુએ પત્ની ઊર્મિલા ઉર્ફે જયા સાથે મળી તેની હત્યા કરી હતી. હત્યા બાદ મૃતદેહને કોસંબા નજીક સાવા ગામની સીમમાં આવેલા સ્મશાનમાં દાટી દેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી માધવદાસ સાધુને સાથે રાખીને FSL ટીમની હાજરીમાં ખોદકામ શરૂ કર્યું. એક-બે ફૂટ નહીં પરંતુ અંદાજે આઠ ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો અને ખાડામાંથી બહાર આવ્યું માનવ હાડપિંજર... FSL ટીમે સ્થળ પરથી મળેલા અવશેષોને તપાસ માટે કબજે લીધા છે.પરંતુ આ માત્ર એક હત્યાનો મામલો નથી પોલીસ તપાસ મુજબ ચાર વર્ષ અગાઉ માધવદાસ સાધુએ પત્ની સાથે મળી પોતાની બીમાર માતા મંજુલા સાધુ, સાળી ભારતી વસાવા અને પોતાની દાદી સાસુ શાંતાબેન વસાવાની હત્યા કરી હોવાનો આરોપ છે.

વધુ વાંચો : ભાવનગરના ત્રાપજમાં ટ્રેલર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોનાં મો*ત, ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા ઉમટ્યા

હત્યારી પત્નીની ફરીયાદ કરવા પતિ પહોંચ્યો પોલીસમાં

માતા અને સાળીના મોતને બીમારીથી થયેલા મોત ગણાવવામાં આવ્યા. જ્યારે શાંતાબેનના મોતને કોરોનાનું કારણ હોવાનું લોકોને કહેવામાં આવ્યું હતું એટલે કે હત્યા ઉપર બીમારીનો પડદો અને ગુનાને છુપાવવા માટે મોતની ખોટી કહાની પરંતુ કહેવાય છે ને... ગુનો ગમે તેટલો જૂનો હોય, કાયદાની નજરથી છુપાતો નથી. પત્ની સાથે અણબનાવ થયા બાદ માધવદાસ પોતે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ સુધી પહોંચ્યો હતો. તેણે પત્ની સામે પોતાની દાદી સાસુ શાંતાબેનની હત્યા અંગે ફરિયાદ કરી પરંતુ પોલીસ તપાસ આગળ વધી તો જે વ્યક્તિ ફરિયાદ લઈને પોલીસ પાસે ગયો હતો. એ જ વ્યક્તિ પોલીસની તપાસમાં આરોપી તરીકે સામે આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kosamba tripple murder kosamba news kosamba murder

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ