ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રીબડા ફાયરિંગ ઘટનાના 48 કલાક બાદ પણ ધ્રુવરાજસિંહ કેમ પોલીસ પક્કડથી દૂર?
Last Updated: 03:57 PM, 6 October 2026
ADVERTISEMENT
રાજકોટના રીબડા વિસ્તારમાં થયેલા ફાયરિંગના ચકચારી બનાવને 48 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ હજુ પોલીસ પકડથી દૂર છે. ઘટનાને પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોપીની શોધખોળ તેજ કરી છે.
ADVERTISEMENT

ફાયરીંગની ઘટનાને પગલે ચકચાર
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા ધ્રુવરાજસિંહે સડક પીપળીયા ગામ નજીક પશુ ચરાવતા એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે. ફાયરિંગની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ADVERTISEMENT
પોલીસ દ્વારા વધુ માહિતી એકત્ર કરવામાં આવી
ઘટનાની તપાસ દરમિયાન ફરિયાદીએ પોતે બોલી કે સાંભળી શકતા ન હોવાનો ખુલાસો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દો પણ પોલીસ તપાસનો ભાગ બન્યો છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
ADVERTISEMENT
આરોપીને ઝડપી પાડવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસે સડક પીપળીયા અને રીબડા વિસ્તારમાં તપાસ અને ચેકિંગ હાથ ધર્યું હતું. ગઈકાલે મોડી રાત્રે બંને ગામોમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો અને વિવિધ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસે ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી
ADVERTISEMENT
હાલ ધ્રુવરાજસિંહ પોલીસ પકડથી દૂર હોવાથી તેની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ VTV Digital નવરાત્રિ કોન્ટેસ્ટમાં નવમા દિવસના વિજેતાઓ જાહેર, આજના 8 વિજેતાઓની યાદી, જુઓ આજનો સવાલ
પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા
48 કલાક બાદ પણ આરોપી ન ઝડપાતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હવે પોલીસ આરોપીને ઝડપી પાડવામાં કેટલો સમય લે છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.