ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ''શું આ પોલીસના બાપની પેઢી છે?'', પોસ્ટર વૉર વચ્ચે વિફર્યા સાંસદ ગેનીબેન ઠાકોર

ગુજરાત / ''શું આ પોલીસના બાપની પેઢી છે?'', પોસ્ટર વૉર વચ્ચે વિફર્યા સાંસદ ગેનીબેન ઠાકોર

Published By: Nidhi Panchal

Last Updated: 06:42 AM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મનપા ચૂંટણીના પ્રચાર વચ્ચે અચાનક પોસ્ટર વૉરે રાજકીય માહોલ ગરમાવી દીધો છે. કોંગ્રેસના પોસ્ટર ફાડવાના મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે સીધો પડકાર ફેંકતા હવે આ મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

ADVERTISEMENT

ગાંધીનગરમાં મનપા ચૂંટણીનો પ્રચાર જેમ જેમ તેજ બની રહ્યો છે, તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે હવે ગાંધીનગરમાં પોસ્ટર વૉર શરૂ થયું છે. કોંગ્રેસના પોસ્ટર ફાડવાના મુદ્દે કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે આક્રમક વલણ અપનાવીને સીધો પડકાર ફેંક્યો છે. તેમના નિવેદન બાદ ચૂંટણીના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

ganiben

કોંગ્રેસના પોસ્ટર રાત્રિના સમયે ફાડવામાં આવતા હોવાના મુદ્દે ગેનીબેન ઠાકોરે પડકારજનક શબ્દોમાં કહ્યું કે, ‘રાત્રે પોસ્ટર ફાડો છો, હિંમત હોય તો દિવસે પોસ્ટર ફાડીને બતાવો.’ ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ આ મુદ્દે પાછળ હટવાના મૂડમાં નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન લગાવવામાં આવેલા પોસ્ટરોને નુકસાન પહોંચાડવાના આક્ષેપને લઈને હવે બંને પક્ષ વચ્ચે રાજકીય ટકરાવ વધવાની શક્યતા છે.

અલગ-અલગ મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર

ગાંધીનગર મનપા ચૂંટણીમાં હાલ અલગ-અલગ મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે પોસ્ટર ફાડવાના મુદ્દાએ વાતાવરણ વધુ ગરમ કર્યું છે. કોંગ્રેસ દ્વારા પોતાના પ્રચારને અસર પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોરે માત્ર પોસ્ટર મુદ્દે જ નહીં, પરંતુ પોલીસની કામગીરીને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.

પ્રચારની વચ્ચે પોલીસ પર પણ પ્રહાર કર્યા

ગેનીબેન ઠાકોરે ચૂંટણીના પ્રચારની વચ્ચે પોલીસ પર પણ પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પોલીસ રિક્ષાચાલકો અને કોંગ્રેસના કાર્યકરોને ધમકી આપી રહી છે. તેમના જણાવ્યા મુજબ પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, પરંતુ પોલીસ દ્વારા ધમકી આપવાનું કામ થવું જોઈએ નહીં.

ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘પોલીસનું કામ કાયદો-વ્યવસ્થા જાળવવાનું છે, ધમકી આપવાનું નહીં.’ આ નિવેદન સાથે તેમણે પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. ચૂંટણીના માહોલમાં પોલીસની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને રિક્ષાચાલકોને ધમકી આપવામાં આવતી હોવાના ગેનીબેન ઠાકોરના આક્ષેપે પણ ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો : કોંગ્રેસ ઉમેદવારના પોસ્ટર ફાડવા મુદ્દે પ્રતિનિધિમંડળની રેન્જ IGને રજૂઆત, ગુનો નોંધવા માંગ

એક તરફ કોંગ્રેસના પોસ્ટર ફાડવાના આક્ષેપો અને બીજી તરફ પોલીસ પર કરવામાં આવેલા પ્રહારોને કારણે ગાંધીનગરની મનપા ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. ગેનીબેન ઠાકોરના ‘દિવસે પોસ્ટર ફાડીને બતાવો’ વાળા પડકારે પોસ્ટર વિવાદને વધુ ચર્ચામાં લાવી દીધો છે. હવે આગામી દિવસોમાં આ પોસ્ટર વૉર વધુ વેગ પકડે છે કે પછી રાજકીય પક્ષો વચ્ચેનો વિવાદ શાંત થાય છે, તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress Gandhinagar Municipal Election Poster War

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ