ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને ડાર્વિન ટેસ્ટમાં 9 વિકેટે હરાવ્યું! ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટેસ્ટ જીત
Last Updated: 12:25 PM, 16 August 2026
ADVERTISEMENT
નઝમુલ હુસૈન શાંતોના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં પ્રથમ વખત ટેસ્ટ મેચમાં હરાવવાની સિદ્ધિ મેળવી છે. ડાર્વિન સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે બાંગ્લાદેશે આ ઐતિહાસિક જીત પોતાના નામે કરી હતી. સમગ્ર મેચ દરમિયાન બાંગ્લાદેશના ખેલાડીઓએ દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કરીને યજમાન ઓસ્ટ્રેલિયાને દબાણમાં રાખ્યું હતું.
ADVERTISEMENT

મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 284 રન પર સમેટાઈ હતી. જેના કારણે બાંગ્લાદેશને જીતવા માટે ચોથી ઇનિંગમાં માત્ર 57 રનનો સરળ લક્ષ્યાંક મળ્યો હતો. બાંગ્લાદેશે એક વિકેટના નુકસાને આ લક્ષ્યાંક હાંસલ કરીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ જીત સાથે બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે.
ADVERTISEMENT
આ મેચમાં બાંગ્લાદેશ માટે સૌથી મોટા હીરો 26 વર્ષીય ફાસ્ટ બોલર હસન મહમૂદ રહ્યા હતા. હસન મહમૂદે પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ કરીને 6 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ તેમણે 3 મહત્વપૂર્ણ વિકેટ મેળવી હતી. આમ સમગ્ર મેચમાં કુલ 9 વિકેટ લઈને તેમણે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇનઅપને ભારે મુશ્કેલીમાં મૂકી હતી અને બાંગ્લાદેશની જીતમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
ડાર્વિન ટેસ્ટના ચારેય દિવસ બાંગ્લાદેશનો દબદબો જોવા મળ્યો હતો. બીજી ઇનિંગમાં સ્પિન બોલર મેહદી હસન મિરાઝે પણ શાનદાર બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. મેહદી હસન મિરાઝે 33.1 ઓવરમાં માત્ર 66 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ સાથે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટ લેનારા બાંગ્લાદેશના ચોથા બોલર બન્યા છે. તેમના આ પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયન ટીમ મોટી લીડ મેળવી શકી નહોતી.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગમાં કેમેરોન ગ્રીને લડાયક બેટિંગ કરી હતી. તેમણે 104 રનની શાનદાર સદી ફટકારી હતી. ગ્રીનની આ ઇનિંગના કારણે ઓસ્ટ્રેલિયા ઇનિંગથી હાર ટાળવામાં સફળ રહ્યું, પરંતુ ટીમને મેચમાં પરાજયથી બચાવી શકી નહોતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ODI વર્લ્ડ કપ 2027ની તારીખ બદલવાની તૈયારી? ગાંધી જયંતીના દિવસે 2 ઓક્ટોબરથી થઈ શકે શરૂઆત
આ પહેલા મેચના પ્રથમ દિવસે બાંગ્લાદેશના બોલરોએ યજમાન ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગમાં માત્ર 198 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ બાંગ્લાદેશના બેટ્સમેનોએ જવાબમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ ઇનિંગમાં 426 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જેના કારણે બાંગ્લાદેશને પ્રથમ ઇનિંગમાં 228 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. બાંગ્લાદેશ માટે ઓપનિંગ બેટ્સમેન તાંઝીદ હસન તમીમે 101 રનની યાદગાર સદી ફટકારી હતી, જે ટીમના મોટા સ્કોરનો આધાર બની હતી. બેટિંગ અને બોલિંગ બંનેમાં જબરદસ્ત પ્રદર્શન કરીને બાંગ્લાદેશે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં યાદગાર જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવવાની આ સિદ્ધિ બાંગ્લાદેશ ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ રાખવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT