બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ODI વર્લ્ડ કપ 2027ની તારીખ બદલવાની તૈયારી? ગાંધી જયંતીના દિવસે 2 ઓક્ટોબરથી થઈ શકે શરૂઆત

ક્રિકેટ / ODI વર્લ્ડ કપ 2027ની તારીખ બદલવાની તૈયારી? ગાંધી જયંતીના દિવસે 2 ઓક્ટોબરથી થઈ શકે શરૂઆત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:12 AM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI World Cup 2027: 2027 વનડે વર્લ્ડ કપની શરૂઆત 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે શરૂ કરવાનું આઇસીસી વિચારી રહ્યું છે.

ODI World Cup 2027: 2027 વનડે વર્લ્ડ કપની શરૂઆત 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે શરૂ કરવાનું આઇસીસી વિચારી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ પહેલા 8 ઓક્ટોબરથી શરૂ થવાની હતી. ફાઇનલ 21 નવેમ્બરે યોજાવાની ધારણા છે. ગાંધીજીના દક્ષિણ આફ્રિકા સાથેના ઊંડા જોડાણને જોતાં આ શરૂઆત એક ખાસ સંદેશ આપી શકે છે.

વન ડે વર્લ્ડ કપ 2027 એક ખાસ તારીખે શરૂ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) આવતા વર્ષે 2 ઓક્ટોબર 2027 ગાંધી જયંતિના રોજ આફ્રિકામાં આ મુખ્ય ટુર્નામેન્ટ શરૂ કરવાનું વિચારી રહી છે. જોકે આઇસીસીએ હજુ સુધી ટુર્નામેન્ટની શરૂઆતની તારીખ અંગે ઔપચારિક જાહેરાત કરી નથી.

મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા આયોજિત આ વર્લ્ડ કપ શરૂ કરવાની યોજનાને પણ એક ખાસ સંદેશ તરીકે જોવામાં આવે છે. ગાંધીજીએ સમગ્ર વિશ્વમાં શાંતિ અને અહિંસાનો સંદેશ પહોચાડ્યો હતો અને દક્ષિણ આફ્રિકા સાથે પણ તેમનો ઊંડો સંબંધ છે.

ગાંધી જયંતિના દિવસે વર્લ્ડ કપ શરૂ કરવાની યોજના શા માટે?

જો આઇસીસીની યોજના લાગુ કરવામાં આવે તો 2027 વર્લ્ડ કપ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિથી શરૂ થશે. ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ભારતમાં તેમને રાષ્ટ્રપિતા તરીકે સમ્માન આપવામાં આવે છે. ગાંધીજીનો દક્ષિણ આફ્રિકા સાથે પણ લાંબો સંબંધ હતો, તેમણે તેમના જીવનના લગભગ 21 વર્ષ ત્યાં વિતાવ્યા હતા. તેથી દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપ ગાંધી જયંતિ પર શરૂ કરવો એ એક પ્રતીકાત્મક પગલું માનવામાં આવે છે.

વર્લ્ડ કપ પહેલા 8 ઓક્ટોબરના શરૂ થવાનો હતો

પ્રારંભિક યોજનામાં 2027 વન ડે વર્લ્ડ કપ 8 ઓક્ટોબ, 2027 ના રોજ શરૂ થવાનો હતો. 1 થી 7 ઓક્ટોબર દરમિયાન ટુર્નામેન્ટ પહેલા વોર્મ-અપ મેચો યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે હવે સમયપત્રકમાં ફેરફારની સંભાવના છે. નવી યોજના હેઠળ મુખ્ય ટુર્નામેન્ટ 2 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે, જેમાં વોર્મ-અપ મેચો તે પહેલાં ટૂંકા ગાળામાં યોજાશે. વર્લ્ડ કપ ફાઇનલ હાલમાં 21 નવેમ્બર, 2027 ના રોજ યોજાવાની ધારણા છે. જો સમયપત્રક આજ રહેશે તો 14 ટીમોની ટુર્નામેન્ટ લગભગ 50 દિવસ ચાલશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ક્રિકેટ / નિવૃત્તિ લીધા પછી રોહિત અને કોહલી શું કરશે? અશ્વિને કહી મોટી વાત

વર્લ્ડ કપ ફોર્મેટ બદલાયું

2027 વન ડે વર્લ્ડ કપ માત્ર તારીખોની દ્રષ્ટિએ જ નહીં પરંતુ ટુર્નામેન્ટ ફોર્મેટની દ્રષ્ટિએ પણ બદલાયો છે. નવા ફોર્મેટ હેઠળ ત્રણ સૌથી નીચલા ક્રમાકની ટીમો પહેલા સુપર સિરીઝ નામની મીની-લીગ રમશે. આ સુપર સિરીઝની વિજેતા ટીમ મુખ્ય ટુર્નામેન્ટમાં ભાગ લેતી 11 ટીમો સાથે12 ટીમોની ફિલ્ડનો હિસ્સો બનશે. ત્યારબાદ 12 ટીમોને બે ગૃપમાં વહેંચવામાં આવશે, જ્યાં દરેક ગૃપની ટીમો એકબીજા સામે રમશે. ગ્રુપ સ્ટેજ પછી સુપર સેવન સ્ટેજ, ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC ODI World Cup 2027 Gandhi Jayanti

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ