બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:04 AM, 17 August 2026
અમેરિકામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ H-1B વિઝા ધારકો અને પરિવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે. USCIS (U.S. Citizenship and Immigration Services) એ પોતાના બે પ્રમુખ ફોર્મ્સથી જોડાયેલા નિયમોમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહીને તમારા વિઝા સ્ટેટસમાં ફેરફાર કે લંબાવવાની અથવા વર્ક પરમિટ (EAD) માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા હોય, તો આ માહિતી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 15 સપ્ટેમ્બર, 2026થી જૂના ફોર્મનો ઉપયોગ બંધ કરવામાં આવશે અને માત્ર નવા ફોર્મ જ સ્વીકારવામાં આવશે. આવો આ નવા નિયમના મુખ્ય પાસાઓ અને તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે સમજીએ.
ADVERTISEMENT
USCIS એ જે બે મુખ્ય ફોર્મ્સને અપડેટ કર્યા છે, તે આ પ્રકારે છેઃ
ADVERTISEMENT
ADVERTISEMENT
ભૂલથી જૂનું ફોર્મ સબમિટ ન થઈ જાય તે સુનિશ્ચિત કરવા માટેના વર્ઝન સાથે સંકળાયેલી તારીખોને ધ્યાનથી સમજી લો:
ADVERTISEMENT
જો તમે તમારી અરજી 15 સપ્ટેમ્બર, 2026 પહેલાં સબમિટ કરો છો, તો જૂના ફોર્મ સ્વીકારવામાં આવશે. જોકે, જો 15 સપ્ટેમ્બરના રોજ કે તે પછી જૂનું ફોર્મ સબમિટ કરવામાં આવે, તો અરજી નામંજૂર કરવામાં આવશે.
કોઇ ગ્રેસ પીરિયડ નહીં મળશે
ADVERTISEMENT
આ નવા નિયમનું સૌથી મહત્વનું પાસું એ છે કે USCIS દ્વારા કોઈ પણ 'ગ્રેસ પિરિયડ' (Grace Period) આપવામાં આવ્યો નથી. આનો સીધો અર્થ એ છે કે જો 15 સપ્ટેમ્બર કે તે પછી જૂનું ફોર્મ સબમિટ કરવામાં આવે, તો ભલે તે ભૂલથી જ કેમ ન હોય. તો તમને તેમાં સુધારો કરવાની તક આપવામાં આવશે નહીં અને અરજીને તુરંત જ નામંજૂર કરી દેવામાં આવશે. જોકે USCIS એ જણાવ્યું છે કે તે નવા ફોર્મ માટેના નમૂના અને સૂચનાઓ અગાઉથી જાહેર કરશે, પરંતુ ધ્યાન રાખો કે, નવું ફોર્મ 15 સપ્ટેમ્બર પહેલાં ફાઇલ કરવું જોઈએ નહીં.
આ પણ વાંચોઃ ભારતીય કપલને વળગીને રડી અમેરિકન મહિલા, એવું કહ્યું કે વીડિયો થયો વાયરલ
તેથી, જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય સપ્ટેમ્બર મહિનામાં યુએસ વિઝા અથવા વર્ક પરમિટ માટે અરજી કરવાનું વિચારી રહ્યા હોય, તો ફોર્મની edition date ખાસ તપાસી લેજો. ઉતાવળ કે બેદરકારીના કારણે તમારી અરજી નામંજૂર થઈ શકે છે, જેનાથી તમારો સમય અને નાણાં બંનેનો બગાડ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.