ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / ભારતીય કપલને વળગીને રડી અમેરિકન મહિલા, એવું કહ્યું કે વીડિયો થયો વાયરલ

વિશ્વ / ભારતીય કપલને વળગીને રડી અમેરિકન મહિલા, એવું કહ્યું કે વીડિયો થયો વાયરલ

Published By: Bijal Vyas

Last Updated: 08:36 AM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ભારતીયો અને સ્થાનિક લોકો વચ્ચેના સંબંધો વિશે ભલે વિવિધ પ્રકારની વાતો થતી હોય છે, પરંતુ એક ભારતીય દંપતીની વિદાયને દર્શાવતો વીડિયો માનવીય સંબંધોનું એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ભારત પરત ફરી રહેલા આ દંપતીને વિદાય આપતી વખતે એક અમેરિકન પાડોશીની આંખો છલકાઇ ગઇ.

ADVERTISEMENT

અમેરિકા એવો દેશ છે જે વિશ્વભરના લોકોની સખત મહેનતથી વિશ્વની સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બની શક્યો છે, તેનું નિર્માણ સ્થળાંતર કરીને આવેલા લોકોના પરિશ્રમ અને બલિદાન પર થયું છે. લાખો ભારતીયો અમેરિકામાં રહે છે અને કામ કરે છે, અને હવે તેમણે તેને પોતાનું ઘર બનાવી લીધું છે.

જોકે, એક બીજી વાસ્તવિકતા એ પણ છે કે, અમેરિકામાં "બહારના લોકો વિરુદ્ધ મૂળ નિવાસીઓ"ની રાજનીતિ અંગેની ચર્ચા થતી હોય છે. ટ્રમ્પની સત્તામાં વાપસીમાં આ રાજકીય પરિબળે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પના સમર્થકો પર ત્યાં કામ કરતા ભારતીયો વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, ભારતીયો જ્યાં પણ જાય છે ત્યાં પોતાની સાથે પ્રેમ લઈને જાય છે અને ઘણીવાર, તેઓ નફરતને પાછળ છોડી દે છે.

સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે. તેમાં અમેરિકાથી ભારત પરત ફરી રહેલા એક ભારતીય દંપતી અને તેમના અમેરિકન પાડોશી વચ્ચેની ભાવુક વિદાય જોવા મળે છે, અને આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકોની આંખો ભરાઈ આવે છે અને તેઓ તેને માનવીય સંબંધોનું એક સુંદર ઉદાહરણ ગણાવી રહ્યા છે. ઘણા લોકો એવી ટિપ્પણી કરી રહ્યા છે કે દુનિયામાં ગમે ત્યાં લોકો રહેતા હોય, પ્રેમ દરેક અંતરને દૂર કરી દે છે.

સોશિયલ મીડિયા યૂઝર્સ વિજય કોક્કેરાગડ્ડાએ તેમના એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ભાવુક ક્ષણ તે દિવસે બની હતી જ્યારે આ દંપતી ડેટ્રોઇટ એરપોર્ટ જવા માટે નીકળી રહ્યું હતું. આ ક્ષણની ખાસ વાત એ હતી કે દંપતીને ખબર પણ નહોતી કે તેમની આ ક્ષણ રેકોર્ડ કરવામાં આવી રહી છે. વિજયના જણાવ્યા અનુસાર, તેમના એક મિત્રએ તેમની જાણ બહાર આ વીડિયો રેકોર્ડ કર્યો હતો અને બાદમાં તેમની સાથે શેર કર્યો હતો.

ગળે ભેટીને રડી પડી પાડોશી

વીડિયોમાં આ દંપતીને બહાર ઊભેલા જોઈ શકાય છે. અચાનક, તેમની પાડોશીની આંખોમાં આંસુ સાથે તેની પાસે આવે છે અને તેમને જોરથી ભેટી પડે છે. દંપતીના ખભા પર માથું રાખીને તે રડવા લાગે છે અને વારંવાર કહે છે કે તે તેમને કેટલા યાદ કરશે. દંપતી સ્મિત સાથે તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાડોશણ લાગણીઓના આવેગમાં ડૂબેલી રહે છે; તે તેમને જવા દેવા તૈયાર જણાતી નથી.

વીડિયો પાછળનો બીજો પહેલુ

વીડિયો વાયરલ થયા પછી, વિજય કોક્કેરાગડ્ડાએ લોકો સાથે કેટલાક વધુ વિચારો વહેંચ્યા. તેમણે કહ્યું કે, જ્યારે ભારતીયો અમેરિકા જાય છે, ત્યારે તેમણે ત્યાંના સ્થાનિક લોકો, તેમની સંસ્કૃતિ અને તેમની જીવનશૈલીને સમજવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ.

ઉદાહરણો આપીને વિજયે જણાવ્યું કે, એવી કેટલીક બાબતો છે જે અમેરિકનોને સામાન્ય રીતે પસંદ નથી હોતી, જેમ કે ઉપરના માળેથી આવતો જોરદાર અવાજ, શેરીમાં કે ઘરની બહાર મોટો અવાજ કરવો, અથવા બાળકોને હાથથી ખવડાવવા જેવી આદતો. તેમના મતે, આ બાબતો ભલે નાની લાગતી હોય, પરંતુ તે અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.

તેણે કહ્યું કે અમેરિકામાં રહેતા ભારતીયોએ ત્યાંની સ્થાનિક સંસ્કૃતિ અને લોકોની પસંદગીઓનું સન્માન કરવું જોઈએ. માત્ર એટલું જ કહેવું કે "આ અમારી સંસ્કૃતિ છે અને અમે આ રીતે જીવીએ છીએ," તેનાથી મતભેદો અને ગેરસમજ ઊભી થઈ શકે છે.

આ પણ વાંચોઃ કેનેડા Study Permit સાથે સ્પાઉઝ માટે Work Permit કેવી રીતે મેળવવી? સંપૂર્ણ ગાઇડ

લોકોને યાદ આવ્યા જૂના પોતાના પાડોશી

વીડિયો વાયરલ થયા પછી, સોશિયલ મીડિયા યૂઝર્સે પણ પોતાના અનુભવો શેર કર્યા. એક યૂઝર્સે આવા પ્રેમાળ અમેરિકન મિત્રો મળવા બદલ પોતાને નસીબદાર ગણાવ્યા. બીજી તરફ, અન્ય એક વપરાશકર્તાએ બ્રાઝિલમાં વિતાવેલા સમયને યાદ કરતા જણાવ્યું કે તેઓ ત્યાંના પરિવારોને હજુ પણ યાદ કરે છે. અન્ય એક કમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે, લોકો અને પરિવારો વચ્ચેના સાચા સંબંધો ઘણીવાર પરસ્પર હોય છે અને દૂર ગયા પછી પણ તે પ્રેમ ઓછો થતો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

video viral farewell with american neighbour indian couple emotional

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ