બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / કેનેડા Study Permit સાથે સ્પાઉઝ માટે Work Permit કેવી રીતે મેળવવી? સંપૂર્ણ ગાઇડ

NRI / કેનેડા Study Permit સાથે સ્પાઉઝ માટે Work Permit કેવી રીતે મેળવવી? સંપૂર્ણ ગાઇડ

Published By: Nirav Kumar

Last Updated: 12:02 AM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના સ્પાઉઝને ચોક્કસ કોર્સોમાં Open Work Permit (SOWP) મળી શકે છે, જેનાથી તેઓ નોકરી કરી શકે છે.

કેનેડામાં ફોલ ઇનટેકમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પહોંચ્યા છે. તેમાંથી અમુક એવા છે જેમને પોતાના પતિ કે પત્નીને પણ સાથે લઈને કેનેડા અભ્યાસ માટે આવ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે કેનેડામાં વિદેશી વિદ્યાર્થીના સ્પાઉઝને પણ નોકરી કરવાની પરવાનગી આપવામાં આવે છે? કેનેડાની સરકાર વિદ્યાર્થીના સ્પાઉઝને એક ખાસ વર્ક પરમિટ આપે છે, જેને Open Work Permit અથવા Spousal Open Work Permit (SOWP) તરીકે ઓળખવામાં આવે છે.

  • Open Work Permit માટે કોણ અરજી કરી શકે છે?

IRCCના નિયમો અનુસાર Open Work Permit માટે અરજી કરવાની મંજૂરી ત્યારે જ મળે છે જ્યારે કોઈ ખાસ કોર્સની પઢાઈ ચાલુ હોય. સાથે જ માન્ય Study Permit હોવું પણ જરૂરી છે. જો કોઈ વિદ્યાર્થી નીચેના કોર્સોમાંથી કોઈ એકની પઢાઈ કરી રહ્યો હોય, તો જ તેના સ્પાઉઝને Work Permit મળશે:

  • 16 મહિના કે તેનાથી વધુ પીરીયડનો Masters કોર્સ
  1. Doctoral Degree Program
  2. Doctor of Dental Surgery (DDS, DMD)
  3. Bachelor of Law કેJuris Doctor (LLB, JD, BCL)
  4. Doctor of Medicine (MD)
  5. Doctor of Optometry (OD)
  6. Pharmacy (PharmD, BS, BSc, BPharm)
  7. Doctor of Veterinary Medicine (DVM)
  8. Bachelor of Science in Nursing (BScN, BSN)
  9. Bachelor of Nursing Science (BNSc)
  10. Bachelor of Nursing (BN)
  11. Bachelor of Education (BEd)
  12. Bachelor of Engineering (BEng, BE, BASc)
  • Open Work Permit માટે કયા દસ્તાવેજો જોઈએ?
  1. વિદ્યાર્થી જે કોલેજમાં ભણીરહ્યો છે ત્યાંનો Admission Offer Letter
  2. કોલેજનું Enrolment Letter
  3. કોર્સ સંબંધિત Transcript
  4. Provincial અથવા Territory Letter (જો જરૂર પડે)
  5. DLIનું Admission Letter જેનાથી ખબર પડે કે તમને તે કોર્સમાં Admission મળી ગયું છે (જો જરૂર પડે)
  • કેવી રીતે અરજી કરવી?
  1. Open Work Permit માટે IRCCની વેબસાઇટ પર જઈને ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
  2. ઓનલાઇન અરજી માટે ડોક્યુમેન્ટની ડિજિટલ કોપી બનાવવા માટે સ્કેનર કે કેમેરા અને ફી ભરવા માટે Credit કે Debit Cardની જરૂર પડશે.
  3. ઓનલાઇન અરજી કરતા પહેલાં Guidelines ચોક્કસ વાંચી લો. તેમાં ફોર્મનું દરેક કૉલમ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપેલી હોય છે.
  4. ફોર્મ અપલોડ કરતા પહેલાં કેટલાક સવાલોના જવાબ આપવાના રહેશે. આ જવાબોના આધારે દસ્તાવેજોની એક ખાસ યાદી (Personalized Checklist) તૈયાર થાય છે.
  5. ઓનલાઇન અરજીમાં કોઈ ટેકનિકલ સમસ્યા આવે તો આપેલા નિર્દેશોનું પાલન કરવું.
  6. ટૂલમાં સવાલોના સાચા જવાબ આપવા જરૂરી છે. આ તેના પર આધાર રાખે છે કે તમે કેનેડાની બહારથી અરજી કરી રહ્યા છો કે કેનેડાની અંદરથી.
  7. અરજીના અંતે ફીનું પેમેન્ટ કરવાનું કહેવામાં આવશે. તે માટે Debit કે Credit Cardનો ઉપયોગ કરી શકાય છે.

વધુ વાંચો : હેરકટના 2700, કોફીના 355, ઓસ્ટ્રેલિયામાં 67 લાખનો પગાર પણ ઓછો પડે

હવે સવાલ ઊભો થાય છે કે Open Work Permitની વેલિડિટી ક્યાં સુધી રહે છે. સામાન્ય રીતે આ Work Permit ત્યાં સુધી માન્ય રહે છે જ્યાં સુધી વિદ્યાર્થીનું Study Permit માન્ય હોય. જેમાં અમુક કિસ્સાઓમાં Open Work Permitને Extend કરાવવાની પરવાનગી પણ મળી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Work Permit Canada Job Permit

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ