બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અન્ય જિલ્લા / ખંભાતના ગામની સીમમાં ઝેરી ગેસ ફેલાતાં 200 પંખીઓ મર્યા, ડાંગરનો પાક પીળો પડ્યો, શ્વાસ લેવામાં તકલીફ

આણંદ / ખંભાતના ગામની સીમમાં ઝેરી ગેસ ફેલાતાં 200 પંખીઓ મર્યા, ડાંગરનો પાક પીળો પડ્યો, શ્વાસ લેવામાં તકલીફ

Published By: Hiralal Parmar

Last Updated: 07:01 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના ખંભાતમાં એક કેમિકલ કંપનીએ ઝેરી ગેસ છોડતાં જાનમાલને મોટું નુકસાન થયું હતું.

આણંદના ખંભાતના વત્રા-વટાદરા સીમમાં કેમિકલ કંપનીના ઝેરી ગેસથી હજારો પક્ષીઓના મોત થયા છે. સાથે ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન થયું છે. સ્થાનિકોએ આ અંગે આરોપ લગાવ્યો કે, કેમિકલ કંપની દ્વારા ઝેરી ગેસ છોડવાને કારણે પશુ-પક્ષીઓ સહિત ખેડૂતોના પાકને નુકસાન થયું. 400 વીઘા જેટલા પાકને નુકસાન થયું છે.

ડાંગરનો પાક પીળો ગયો

ઝેરી ગેસને કારણે ડાંગરનો પાક પીળો પડી ગયો હતો અને ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગામના લોકોનું સ્વાસ્થય પણ જોખમમાં મુકાયું છે કારણ કે શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી જેવી ગંભીર સમસ્યા લોકોને થઈ રહી છે.

સેંકડો પક્ષીઓના મોત

ઝેરી ગેસને અસરને કારણે ઘણા પક્ષીઓના પણ મોત થયા હતા. ઝાડ પરથી પંખીઓ અચાનક નીચે પડવા લાગ્યા હતા. સ્થળ પર તપાસ કરતા ગેસની તીવ્ર દુર્ગંધ પણ અનુભવાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

GPCB ટીમ તાબડતોબ દોડી

આ ઘટના બાદ GPCBની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને તપાસ શરુ કરી હતી. GPCB દ્વારા હવામાં રહેલા હવાના સેમ્પલ લેવાયા હતા. સેમ્પલના પરિણામો અને તપાસના આધારે જો નિયમભંગ કે ઝેરી ગેસ છોડવાની બાબત સામે આવશે તો જરૂરી કાર્યવાહી કરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

khambhat gas leak khambhat anand news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ