ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / BJPની નવી ટીમમાં યુવા જોશ અને અનુભવી નેતાઓનો સંગમ, નીતિન નબીને સાધ્યા અનેક રાજકીય સમીકરણો

નેશનલ / BJPની નવી ટીમમાં યુવા જોશ અને અનુભવી નેતાઓનો સંગમ, નીતિન નબીને સાધ્યા અનેક રાજકીય સમીકરણો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:47 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitin Nabin Team: ભાજપની નવી ટીમમાં આરએસએસ વિચારધારાને વફાદાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ઘણા વ્યાવસાયિકો પણ આ ટીમનો ભાગ છે.

ADVERTISEMENT

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેમની ટીમ જાહેર કરી દીધી છે. તેમણે આઠ મહામંત્રીની જાહેરાત કરી છે તેમજ 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષો અને 16 રાષ્ટ્રીય સચિવોની નિમણૂક કરી છે. આ સિવાય આઇટી સેલને પણ એક નવો પ્રમુખ મળ્યો છે. નીતિન નવીનની ટીમમાં અનુભવ, યુવા ઉત્સાહ, જાતિ અને પ્રાદેશિક સમીકરણ ધ્યાને લેવાયેલા જોવા મળે છે. જ્યારે આરએસએસ વિચારધારાને વફાદાર લોકોને પણ તક આપવામાં આવી છે.

ઘણા વ્યાવસાયિકો પણ આ ટીમનો ભાગ છે. વધુમાં સંગઠનાત્મક કુશળતા ધરાવતા વ્યક્તિઓને મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં વિનોદ તાવડે એક અગ્રણી વ્યક્તિ છે. ઉત્તર પ્રદેશ અને બંગાળ જેવા રાજ્યોના પ્રભારી સુનીલ બંસલ પણ મહામંત્રી તરીકે ટીમમાં રહેશે. તેમની ફરીથી નિમણૂક કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના હરીશ દ્વિવેદીને પણ મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નીતિન નબીન રાષ્ટ્રીય મહાસચિવ હતા ત્યારે તેમણે ઉત્તર પ્રદેશમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તે સમયે અનુરાગ ઠાકુર યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. હરીશ દ્વિવેદીને રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવાને ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોને આકર્ષવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

તેવી જ રીતે સ્મૃતિ ઈરાનીને પણ ઉત્તર પ્રદેશમાંથી તક મળી છે. તેઓ અમેઠીથી લોકસભાની ચૂંટણી હારી ગયા હતા અને ત્યારથી તેમને સાઇડલાઇટ કરવામાં આવ્યા છે. હવે જ્યારે તેઓ પાછા ફર્યા છે, ત્યારે સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશમાં માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને અમેઠી અને રાયબરેલી જેવા અવધ વિસ્તારોની તેમની મુલાકાતો વધવાની શક્યતા છે. ભાજપને ચૂંટણીમાં તેનો ફાયદો પણ મળે તેવા પ્રયાસ કરશે.

હવે, વફાદારોની વાત કરીએ તો ભૂતપૂર્વ આરએસએસ પ્રચારક રહેલા લેખક અને ચિંતક રામ માધવની ઉપાધ્યક્ષ તરીકે વાપસી થઇ છે. ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અનુભવી વ્યક્તિઓ તરીકે ટીમમાં જોડાયા છે. તેમાં પીઢ નેતા વસુંધરા રાજે સિંધિયાનો પણ સમાવેશ થાય છે, જે અગાઉ ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. તેમના ઉપરાંત ઉત્તરાખંડના ભૂતપૂર્વ સીએમ તીરથ સિંહ રાવત અને ત્રિપુરાના ભૂતપૂર્વ સીએમ બિપ્લબ દેબને પણ સામેલ કરવામાં આવ્યા છે. નીતિન નવીનની ટીમમાં એવા ઘણા લોકો પણ શામેલ છે જેઓ ઓછા જાણીતા છે પરંતુ લો પ્રોફાઇલ રહીને સંગઠન માટે કામ કર્યું છે.

સમાજના તમામ વર્ગો અને ક્ષેત્રોને તકો પૂરી પાડવાના પ્રયાસો

ઉત્તર પ્રદેશના ચૂંટણી રાજ્યના હરીશ દ્વિવેદી રાષ્ટ્રીય મહાસચિવ બન્યા.

લગભગ 40% સભ્યો વંચિત સમુદાયોના છે.

નાગાલેન્ડના રાજ્યસભાના સાંસદ ફાંગનોન કોન્યાકને રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને યુવા નેતા બિપ્લબ દેબ રાષ્ટ્રીય મહાસચિવ બન્યા.

આંધ્રપ્રદેશના ડી. પુરંદેશ્વરી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા, અને તમિલનાડુના વેંકટેશન રાષ્ટ્રીય સચિવ બન્યા.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમિલનાડુ / વિજય થલાપતિની સરકારના 100 દિવસ પૂરા, 3 મહિનામાં કર્યાં એવાં કામ કે તમે પણ કહેશો વાહ! જાહેર કરી યાદી

સંગઠન અને વ્યાવસાયિકોને અપાયુ મહત્વ

જેએનયુના ભૂતપૂર્વ એબીવીપી કાર્યકર અને હાલમાં દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર ડો. સ્વદેશ સિંહ રાષ્ટ્રીય સચિવ બન્યા.

કેન્સર નિષ્ણાત ડો. મધુચંદ્રા કર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા.

કર્ણાટકના પ્રોફેસર એમ. નાગરાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા.

નવી ટીમમા નિરંતરતા સાથે પરિવર્તનનું સંતુલન

રાષ્ટ્રીય ટીમમાં 40 વર્ષથી ઓછી ઉંમરના છ સભ્યો, 40 થી 49 વર્ષની વયના 15 સભ્યો અને 50 થી 59 વર્ષની વયના 21 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Nabin News BJP News Nitin Nabin

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ