ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધી આશ્રમનાં 23 ભવનમાં મ્યુઝિયમ અને પ્રદર્શન તૈયાર કરવામાં આવશે

નિર્ણય / ગાંધી આશ્રમનાં 23 ભવનમાં મ્યુઝિયમ અને પ્રદર્શન તૈયાર કરવામાં આવશે

Published By: Hiralal Parmar

Last Updated: 05:07 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરમતી આશ્રમના ઐતિહાસિક વારસાને સાચવવા, સંવર્ધન કરવા અને વિસ્તારવા હાથ ધરાયેલા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ આશ્રમ પરિસરનાં ૨૩ ભવનમાં મ્યુઝિયમ અને પ્રદર્શન તૈયાર કરવામાં આવશે.

ADVERTISEMENT

સાબરમતી આશ્રમના ઐતિહાસિક વારસાને સાચવવા, સંવર્ધન કરવા અને વિસ્તારવા હાથ ધરાયેલા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ આશ્રમ પરિસરનાં ૨૩ ભવનમાં મ્યુઝિયમ અને પ્રદર્શન તૈયાર કરવામાં આવશે. આ કામગીરી માટે પેરિસ સ્થિત વૈશ્વિક મ્યુઝિયમ ડિઝાઇન કંપની મ્યુઝિયમ સ્ટુડિયોને જવાબદારી સોંપવામાં આવી છે. કંપની ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ઇકોફર્સ્ટ સર્વિસીસ સાથે મળીને કામ કરશે.

ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે 60 એકર જમીન ખરીદી હતી

મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ આ પ્રોજેક્ટનું સંચાલન કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શન હેઠળ આશ્રમના પુનર્વિકાસની કામગીરી હાથ ધરાઈ છે. ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે, સેન્ટ્રલ જેલ અને સ્મશાન વચ્ચેની ૬૦ એકર જમીન ખરીદી હતી. વર્ષ ૧૯૧૭માં તેઓ અહીંના આશ્રમમાં રહેવા આવ્યા હતા. આ એ જ સમયગાળો હતો, જ્યારે બિહારના ચંપારણમાં તેમનો પ્રથમ મોટો સત્યાગ્રહ થયો હતો.

વધુ વાંચો : ‘ગુજ્જુ લવગુરુના અકસ્માત સ્થળે લોકો અગરબત્તી-પાણી ચઢાવવા લાગ્યાં, ખજૂરભાઈએ કહ્યું-અંધશ્રદ્ધા ન ફેલાવો

ઈંટો, સાગનાં લાકડાં અને અડદ, ગોળ તથા મેથીના મિશ્રણથી તૈયાર કરાયેલો ગારો

આશ્રમનાં ઐતિહાસિક ભવનોનું પુનઃસ્થાપન કરતી વખતે એક સદી કરતાં વધુ સમય પહેલાં વપરાયેલી સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમાં ઈંટો, સાગનાં લાકડાં અને અડદ, ગોળ તથા મેથીના મિશ્રણથી તૈયાર કરાયેલો ગારો સામેલ છે. આશરે ૫૫ એકરમાં વિસ્તરનારા નવા પરિસરમાં આ ભવનોને મ્યુઝિયમ તરીકે ઉપયોગમાં લેવાશે. મહાત્મા ગાંધીના જીવન, વિચારો અને સ્વાતંત્ર્ય ચળવળમાં તેમના નેતૃત્વનાં વિવિધ પાસાં રજૂ કરવા ટ્રસ્ટે નવ સભ્યોની કન્ટેન્ટ એડ્વાઇઝરી કમિટી (સામગ્રી સલાહકાર સમિતિ) રચી છે, તેમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, ઉદ્યોગપતિ બિરલા પરિવારનાં ટ્રસ્ટી રાજશ્રી બિરલા, બિહાર મ્યુઝિયમના મહાનિર્દેશક અંજનીકુમાર સિંહ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગુજરાત ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર હર્ષદ પટેલ, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયના મહાનિર્દેશક સબ્યસાચી મુખરજી, ઇતિહાસકાર રિઝવાન કાદરી સહિતના સભ્યોનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gandhi ashram news gandhi ashram

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ