ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે RTOની તવાઈ, 2 લાખથી વધુનો દંડ વસૂલાયો
Last Updated: 03:26 PM, 1 October 2026
ADVERTISEMENT
શહેરમાં વાહનો પર નિયમ વિરુદ્ધ બ્લેક ફિલ્મ લગાવવી અને નંબર પ્લેટ વગર કે નિયમ મુજબની નંબર પ્લેટ ન રાખવી હવે વાહનચાલકોને ભારે પડી રહી છે. આરટીઓ દ્વારા બંને પ્રકારનાં વાહનો સામે ચેકિંગ ડ્રાઇવ તેજ કરવામાં આવી છે. શહેરમાં રોજ સરેરાશ ૧૦૦થી ૧૫૦ વાહનો સામે કાર્યવાહી થતી હોવાનો અંદાજ છે અને દંડની રકમ દૈનિક રૂ. બે લાખથી વધુ સુધી પહોંચી રહી છે. ખાસ કરીને બ્લેક ફિલ્મવાળાં વાહનોમાં કાચની પારથી અંદરનું દૃશ્ય ન દેખાતું હોય તો સ્થળ પર જ ફિલ્મ દૂર કરાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

શહેરના મુખ્ય માર્ગો, ચાર રસ્તા અને વાહનોની વધુ અવરજવરવાળા વિસ્તારોમાં આરટીઓની ટીમ દ્વારા વાહનો રોકી તપાસ કરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન વાહનની નંબર પ્લેટ નિયમ મુજબ છે કે નહીં, નંબર સ્પષ્ટ રીતે વાંચી શકાય છે કે નહીં તેમજ કાચ પર નિયમ વિરુદ્ધ ફિલ્મ લગાવવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. RTOની આ ડ્રાઇવમાં હવે ‘બ્લેક ફિલ્મ’ અને ‘નંબર પ્લેટ’ બંને સીધા રડારમાં હોવાથી વાહનચાલકો માટે વાહન રસ્તા પર ઉતારતા પહેલાં આ બે બાબતોની ચકાસણી કરવી જરૂરી બની છે.
ADVERTISEMENT
વાહનના કાચ પર નિયમ વિરુદ્ધ ડાર્ક ફિલ્મ લગાવેલી મળી આવે તો માત્ર દંડની કાર્યવાહી જ નહીં, પરંતુ ફિલ્મ દૂર કરાવવા પર પણ ભાર મૂકવામાં આવે છે. કેટલાક વાહનચાલકો કારની સુંદરતા, ગરમીથી બચવા અથવા પ્રાઇવસી માટે બ્લેક ફિલ્મ લગાવતા હોય છે, પરંતુ નિયમની મર્યાદા બહારની ફિલ્મ વાહનચાલકને દંડ સુધી પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.