ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:05 PM, 1 October 2026
ADVERTISEMENT
રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશ શુક્લને ગુજરાત હાઇકોર્ટેમાં નોટિસ ફટકારી છેે. કોંગ્રેસના વિધાનપક્ષના નેતા તુષાર ચૌધરીએ હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટીશન પર સુનાવણી કરતા હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિન્ટોએ નોટિસ ઈસ્યુ કરી છે.
ADVERTISEMENT

કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ કરેલી પિટીશનમાં રાજેશ શુક્લના રાજ્યસભામાં ભરેલા ઉમેદવારી ફોર્મમાં કરાયેલા એફિડેવિટ સામે ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પિટીશનકર્તા તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના ઉમેદવાર રાજેશ શુક્લએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલી એફિડેવિટમાં પોતાની સામે કોઈ ફોજદારી કેસ પડતર ન હોવાનું જણાવ્યું હતું. જોકે, પિટીશનમાં દાવો કરવામાં આવ્યો છે કે હકીકતમાં તેમની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 406, 420, 465, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધાયેલો છે.
ADVERTISEMENT
પિટીશનમાં જણાવ્યા મુજબ, સંબંધિત ગુનાઓ નોંધાયા બાદ રાજેશ શુક્લને સમન્સ પણ મળ્યા હતા. આ ઉપરાંત આ ફરિયાદ રદ કરાવવા માટે તેમણે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટીશન પણ દાખલ કરી હોવાનું પિટીશનમાં જણાવાયું છે. જોકે, આ ક્વોશિંગ પિટીશનમાં કોર્ટ તરફથી સ્ટે મળ્યો નથી. પિટીશન કર્તા તરફથી કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી છે કે ફોજદારી કેસ અંગે સંપૂર્ણ જાણકારી હોવા છતાં ઉમેદવારી પત્ર સાથેની એફિડેવિટમાં તેની માહિતી આપવામાં આવી નહોતી. પિટીશનમાં આ બાબતને ગંભીર ગણાવવામાં આવી છે. આ આધારે રાજેશ શુક્લની ચૂંટણી રદ કરવાની દાદ હાઇકોર્ટ સમક્ષ માંગવામાં આવી છે.
આ પણ વાંચો : ''મારી દીકરીને મારી નાખવામાં આવી'' સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા 20 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ADVERTISEMENT
આ મામલે આજે, 1 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ એસ.વી. પિન્ટો દ્વારા રાજેશ શુક્લને સમન્સ એટલે કે નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. હવે આ મામલે આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરાશે. કોર્ટમાં પિટીશનર તુષારભાઈ ચૌધરી તરફથી વકીલ શક્તિસિંહ ગોહિલ અને ચિંતનભાઈ ચાંપાનેરીએ દલીલો કરી હતી. પિટીશનમાં ઉમેદવારી પત્ર સાથે રજૂ કરવામાં આવેલી એફિડેવિટ અને તેમાં ફોજદારી કેસ અંગે કરવામાં આવેલા ઉલ્લેખને મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.