ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:04 AM, 1 October 2026
1/6
મોનસૂન હવે વિદાય લઈ ચૂક્યુ છે. આ વખતે દેશભરમાં સામાન્ય કરતાં 13 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે બુધવારે સત્તાવાર રીતે મોનસૂન સીઝન પૂરી થયાની જાહેરાત કરી દીધી છે. છતાં પણ વિદાય લેતી વખતે પણ તે દક્ષિણ અને ઈશાનના અમુક વિસ્તારોમાં વરસાદનો પ્રભાવ છોડી જઈ રહ્યો છે.
2/6
ADVERTISEMENT
3/6
તો પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. ચોમાસાની પાછી વળવાની રેખા હાલમાં ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર અને ડીસા થઈને ગુજરાતના નલિયા સુધી પહોંચી છે.
4/6
આગામી બે-ત્રણ દિવસમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના બાકીના ભાગોમાંથી ચોમાસાની પાછી વળવાની પરિસ્થિતિ અનુકૂળ બની શકે છે. ગુજરાત અને મધ્ય પ્રદેશના મોટા ભાગ સાથે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ મોંનસૂનની વિદાઈની પ્રક્રિયા આગળ વધી શકે છે.
ADVERTISEMENT
5/6
કર્ણાટકમાં બુધવાર સુધીના 24 કલાકમાં અમુક જગ્યાએ સારો વરસાદ નોંધાયો હતો. તુમકુરુ જિલ્લાના કિબ્બનહલ્લીમાં 10 સેન્ટીમીટર વરસાદ પડ્યો, જે આ સમયગાળામાં સૌથી વધુ રહ્યો. કેરળ, રાયલસીમા અને તમિલનાડુ વિસ્તારોમાં ગર્જના-ચમકારા સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
6/6
નોર્થ ઇસ્ટમાં પણ 1 ઑક્ટોબરે હવામાન સક્રિય રહેવાની સંભાવના છે. અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગર્જના-ચમકારા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ વરસાદનું કારણ ઉત્તર મ્યાનમાર અને આસપાસના વિસ્તારોમાં બનેલું ની લો પ્રેશર છે. જે મિઝોરમ અને ત્રિપુરા તરફ આગળ વધીને કમજોર પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ