ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / લગ્નના બે વર્ષમાં જ પરણિતાએ પડતું મૂક્યું, સસરા ભાજપમાં હોવાથી રાજકોટ પોલીસે ફરિયાદ ના નોંધી? સવાલો ઉઠ્યા

રાજકોટ / લગ્નના બે વર્ષમાં જ પરણિતાએ પડતું મૂક્યું, સસરા ભાજપમાં હોવાથી રાજકોટ પોલીસે ફરિયાદ ના નોંધી? સવાલો ઉઠ્યા

Published By: Vishal Khamar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 11:02 AM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં શ્વેતા વાઢેરે 11 જાન્યુઆરી 2026ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ. પરિવારનો શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ, પોલીસ ફરિયાદ ન નોંધાતા સવાલો.

ADVERTISEMENT

રાજકોટમાં લગ્નના બે વર્ષ બાદ એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૃતક શ્વેતા વાઢેરના પરિવારજનોનો આક્ષેપ છે કે લગ્ન બાદ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારનો વધુમાં આક્ષેપ છે કે આપઘાતની ઘટનાને 8 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસે હજુ સુધી ફરિયાદ નોંધી નથી.

મળતી માહિતી મુજબ, શ્વેતા વાઢેરના લગ્ન 28 નવેમ્બર 2023ના રોજ ઓખા ખાતે રહેતા ભગીરથ બારાઈ સાથે રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ શ્વેતાને સાસરી પક્ષ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

11 જાન્યુઆરી 2026ના રોજ શ્વેતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પુત્રીના મોત બાદ પરિવારજનો દ્વારા સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનો પરિવારનો દાવો છે.

ઘટનાને આશરે 8 મહિના વીતી ગયા બાદ પણ ફરિયાદ ન નોંધાતા મૃતકના પરિવારજનો હવે મીડિયા સમક્ષ આવ્યા છે. પરિવારજનો દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ફરિયાદ નોંધવામાં વિલંબને લઈને ભક્તિનગર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ, મૃતક પરિણીતાના સસરા દ્વારકા પૂર્વ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હોવાની માહિતી પણ સામે આવી છે.

આ પણ વાંચોઃ ચોમાસાની વિદાય વચ્ચે હવામાનમાં મોટો ફેરફાર, 2 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

હાલ સમગ્ર મામલે પરિવારજનોના આક્ષેપો અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે. પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તથા તપાસમાં અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે પોલીસનું સત્તાવાર નિવેદન મહત્વનું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shweta Vadher Rajkot suicide case Bhaktinagar Police

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ