ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / કાલથી બેંકોનું કામકાજ ઠપ થઈ જશે, 3 દિવસ સુધી બેંક હડતાળ, જાણો કારણ

Bank Strike / કાલથી બેંકોનું કામકાજ ઠપ થઈ જશે, 3 દિવસ સુધી બેંક હડતાળ, જાણો કારણ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:08 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Strike From Tomorrow: સોમવારથી ત્રણ દિવસ માટે બેંકોમાં કામકાજ બંધ રહેશે, કારણ કે બેંક યુનિયનો તેમની માંગણીઓને લઇ હડતાળ 28 સપ્ટેમ્બરથી શરૂ કરશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

ADVERTISEMENT

Bank Strike From Tomorrow: સોમવારથી ત્રણ દિવસ માટે બેંકોમાં કામકાજ બંધ રહેશે, કારણ કે બેંક યુનિયનો તેમની માંગણીઓને લઇ હડતાળ 28 સપ્ટેમ્બરથી શરૂ કરશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

જો તમારી પાસે બેંકને લગતુ જરૂરી કામ હોય તો આ સમાચાર તમારા માટે ખાસ મહત્વપૂર્ણ છે. સોમવારથી દેશવ્યાપી બેંક હડતાળ શરૂ થવાની છે અને ત્રણ દિવસ સુધી ચાલશે. આ ત્રણ દિવસની હડતાળ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવી છે. આ કારણે 28 થી 30 ઓક્ટોબર સુધી તમામ બેંક સેવાઓ પ્રભાવિત થશે.

5 દિવસના કાર્ય સપ્તાહની માંગ

ભારતભરના બેંક ગ્રાહકોને શાખા-આધારિત સેવાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, અને તે પણ સંપૂર્ણ ત્રણ દિવસ માટે. યુએફબીયુએ ઘણી માંગણીઓને લઇ આ હડતાળનું એલાન કર્યું છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ માંગ 5 દિવસના કાર્ય નિયમનો અમલ કરવાનો છે. નોંધનીય છે કે હાલમાં બેંક કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે રજા આપવામાં આવે છે, જ્યારે અન્ય શનિવાર કામકાજના દિવસો હોય છે.

ત્રણ દિવસની હડતાળ ચાલુ રહેશે

બેંક યુનિયનો દ્વારા 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળની મોટી અસર થવાની ધારણા છે. પાંચ દિવસના કાર્યકારી સપ્તાહની માંગ સાથે, અન્ય માંગણીઓમાં પેન્શન સુધારણાનો પણ સમાવેશ થાય છે. શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા પછી ત્રણ દિવસ બેંકો બંધ રહેવાથી થતી મુશ્કેલીઓને કારણે 27 સપ્ટેમ્બર રવિવારના રોજ સરકારી બેંક શાખાઓ ખુલ્લી રાખવામાં આવી હતી, જેથી ગ્રાહકો તેમના મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી શકે અને ત્રણ દિવસની હડતાળથી તેમને ખાસ અસર ન થાય.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમારા કામનું / RBIએ લીધો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઇ જશે FDના નિયમ

આ બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે

આ ત્રણ દિવસની હડતાળને લઇ સરકારી બેંકો દ્વારા સતત તેમના ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ મોકલી એલર્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં હડતાળ શરૂ થાય તે પહેલાં શાખા સંબંધિત તમામ જરૂરી કામ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. બાદમાં ત્રણ દિવસની બેંક હડતાળથી પ્રભાવિત થઈ શકે તેવા બેંક ગ્રાહકોના કામમાં રોકડ જમા અથવા ઉપાડ, ચેક સંબંધિત કામ, દસ્તાવેજો સબમિટ કરવા, કેવાયસીનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Strike Bank Strike News Three Days Bank Strike

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ