ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ચિંતા, ડેમમાંથી ઉદ્યોગોને અપાતા પાણી સામે ખેડૂતોનો વિરોધ

ચિંતા / ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ચિંતા, ડેમમાંથી ઉદ્યોગોને અપાતા પાણી સામે ખેડૂતોનો વિરોધ

Published By: Hiralal Parmar
Reported By: Rohit Barad

Last Updated: 08:30 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા સિંચાઈ યોજનાઓના જળસંગ્રહને લઈને ચિંતા વધી છે.

ADVERTISEMENT

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા સિંચાઈ યોજનાઓના જળસંગ્રહને લઈને ચિંતા વધી છે. જિલ્લાના પાંચ મુખ્ય ડેમમાં હાલ હિરણ-૧માં 29 ટકા, હિરણ-૨માં 29 ટકા, શિંગોડામાં 38 ટકા, રાવળમાં 97 ટકા અને મછુંદ્રીમાં 50 ટકા જેટલો જળજથ્થો ઉપલબ્ધ હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું છે. ત્યારે હિરણ-૨ ડેમમાંથી ઉદ્યોગો દ્વારા થતા પાણીના ઉપાડને બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.

ખેડૂતો-પશુપાલકોમાં ચિંતા

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ખેંચ વચ્ચે ડેમોની જળસંગ્રહ સ્થિતિને લઈને ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે જિલ્લાના પાંચ મુખ્ય સિંચાઈ ડેમની વાત કરીએ તો હિરણ-૧ અને હિરણ-૨માં 29-29 ટકા, શિંગોડામાં 38 ટકા, રાવળમાં 97 ટકા અને મછુંદ્રી ડેમમાં 50 ટકા જળજથ્થો ઉપલબ્ધ છે સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ, પીવાના પાણી માટે જરૂરી જથ્થો રિઝર્વ રાખ્યા બાદ વધારાના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવશે. હિરણ-૧ ડેમ ગીર અને ફોરેસ્ટ વિસ્તારમાં હોવાથી વન્યપ્રાણીઓ માટે પણ પાણીનો જથ્થો રિઝર્વ રાખવામાં આવે છે સાથે જ ઔદ્યોગિક હેતુ માટે હાલ 50 ટકા પાણી કાપ આપવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 100 ટકા પાણી કાપ આપવાનું આયોજન હોવાનું અધિકારીએ જણાવ્યું છે.

ઉદ્યોગોને પાણી આપવા સામે ખેડૂતોનો વિરોધ

બીજી તરફ, હિરણ-૨ ડેમમાંથી ઉદ્યોગોને પાણી આપવાના મુદ્દે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે ઉમરેઠી ગામના ખેડૂત રામભાઈ પટાટ સહિતના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી હિરણ-૨ ડેમમાંથી ઇન્ડિયન રેયોન અને GHCL દ્વારા થતા પાણીના ઉપાડને હાલની પરિસ્થિતિમાં બંધ કરવાની માંગ કરી છે ખેડૂતોનું કહેવું છે કે ડેમમાં પાણીનો જથ્થો મર્યાદિત છે અને આ પાણી ખેડૂતો, પશુપાલકો તેમજ પીવાના પાણી માટે જાળવી રાખવું જરૂરી છે. હિરણ-૨ ડેમમાંથી આશરે 15થી 20 ગામોને પાણી મળે છે અને વેરાવળ શહેરના પીવાના પાણી માટે પણ આ જળસ્રોતનો ઉપયોગ થાય છે.

વધુ વાંચો : જૂનાગઢમાં અત્યારથી જ જામવા લાગ્યો નવરાત્રીનો રંગ, યુવક-યુવતીઓમાં ભારે ઉત્સાહ, શીખી રહ્યાં છે નવા ગરબા

સરકારના આગામી નિર્ણય પર સૌની નજર

એક તરફ સિંચાઈ વિભાગ દ્વારા પીવાના પાણીનો રિઝર્વ જથ્થો જાળવી વધારાનું પાણી ખેડૂતોને આપવાની વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ખેડૂતો ઉદ્યોગોને થતા પાણીના ઉપાડ પર સંપૂર્ણ રોકની માંગ કરી રહ્યા છે. હવે વરસાદની સ્થિતિ અને સરકારના આગામી નિર્ણય પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gir Somnath news Gir Somnath

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ