ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં 12માં ધોરણમાં ભણતી સગીરા સાથે દુષ્કર્મ, 'શાંત જગ્યાએ વાત કરીએ' કહી યુવક હોટલમાં લઈ ગયો
Last Updated: 05:53 PM, 27 September 2026
ADVERTISEMENT
સુરતના સલાબતપુરામાં સુરતમાં 12માં ધોરણમાં ભણતી સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું. દયાળજી બાગ મળવા બોલાવી 'શાંત જગ્યાએ વાત કરીએ' કહી યુવક મોપેડ પર લઈ ગયો હતો અને મોરાભાગળ બોટનિકલ ગાર્ડન પાછળ આવેલી હોટલમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપી સગીરાને રાંદેર રામનગર પાસે રિક્ષામાં બેસાડીને ફરાર થઈ ગયો હતો. ઘરે મોડી પહોંચેલી દીકરીએ પરિવારને આપવીતી જણાવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો.
ADVERTISEMENT
આખો બનાવ શું બન્યો?
17 વર્ષીય વિદ્યાર્થિનીને બેગમપુરા મોતી ટોકીઝ પાસે રમણ ચેમ્બર્સ ખાતે રહેતા 24 વર્ષીય શરીફ શેખ સાથે પરિચય હતો. 24 સપ્ટેમ્બર સાંજે શરીફે વિદ્યાર્થિનીને મળવા માટે દયાળજી બાગ ખાતે બોલાવી હતી. બંને ત્યાં થોડો સમય બેઠા બાદ શરીફે કહ્યું હતું કે, અહીં ભીડ છે, કોઈ શાંત જગ્યાએ જઈને વાતચીત કરીએ. ત્યારબાદ તે સગીરાને પોતાની મોપેડ પર બેસાડી મોરાભાગળ બોટનિકલ ગાર્ડન પાછળ આવેલી એક હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : અમદાવાદમાં ગણપતિની આરતીમાં ગયેલી બાળકી સાથે પડોશીએ કર્યા અડપલાં, રોજ સાંજે ધાબા પર લઈ જતો
આરોપીની ધરપકડ
ADVERTISEMENT
પોલીસે પીડિતાની ફરીયાદને આધારે આરોપી શરીફ શેખની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT