ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ગણપતિની આરતીમાં ગયેલી બાળકી સાથે પડોશીએ કર્યા અડપલાં, રોજ સાંજે ધાબા પર લઈ જતો

ક્રાઈમ / અમદાવાદમાં ગણપતિની આરતીમાં ગયેલી બાળકી સાથે પડોશીએ કર્યા અડપલાં, રોજ સાંજે ધાબા પર લઈ જતો

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 05:01 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શાહપુરમાં 8 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

અમદાવાદના શાહપુરમાં 8 વર્ષની બાળકી સાથે અડપલાંની ફરિયાદ નોંધાઈ છે. બાળકી ગણપતિની આરતીમાં ગઈ હતી ત્યારે પડોશી સાવન ઠાકોરે તેની સાથે અડપલાં કર્યાં હતા. બાળકીના કપડા અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળતા માતાને શંકા પડી હતી અને પૂછપરછ કરતાં આખી ઘટના સામે આવી હતી. પડોશમાં રહેતા સાવન ઠાકોર બાળકીને અડપાલ કર્યા હોવાનુ સામે આવ્યું છે.

આરોપી સાંજે ધાબા પર લઈ જઈને પણ અડપલાં કરતો

આરોપી છેલ્લા ચાર-પાંચ દિવસથી સાંજે તેને ધાબા પર લઈ જતો હતો અને ત્યાં પણ તેની સાથે અડપલાં કરતો હતો.બાળકીની માતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપી સાવન ઠાકોરની ધરપકડ કરી છે.

વધુ વાંચો : VIDEO : રોડ પર છોકરી સાથે હેવાનિયત, પ્રાઈવેટ પાર્ટ ટચ કર્યો, બેડ ટચ કર્યો, વીડિયો વાયરલ

કપડાં અસ્તવ્યસ્ત, હાથમાં પડીકું જોતા માતાને શંકા પડી

શાહપુર વિસ્તારમાં 8 વર્ષીય બાળકી તેના પરિવાર સાથે રહે છે. 23મી સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે પોળમાં ગણેશ આરતી હોવાથી બાળકી આરતીમાં ગઈ હતી. જ્યારે બાળકી ઘરે પરત આવી ત્યારે તેના કપડાં અસ્તવ્યસ્ત હતા અને તેના હાથમાં નાસ્તાના પડીકાં તથા પીણું હતું. માતાએ શંકા જતાં બાળકીને પૂછપરછ કરી હતી, જેમાં બાળકીએ જણાવ્યું હતું કે પોળમાં જ રહેતા શખસે તેને આ વસ્તુઓ અપાવી છે. આરોપી છેલ્લા ચાર-પાંચ દિવસથી સાંજના સમયે દુકાનેથી પડીકાં લઈ આપવાનું કહી બાળકીને પોળના ધાબા પર લઈ જતો હતો અને ત્યાં લઈ જઈને બાળકી સાથે અડપલા કરતો હતો. બનાવ અંગે બાળકીની માતાએ પરિવારજનોને જાણ કરી શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad crime news ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ