ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીમાં 35 લાખ ભક્તોના દર્શન, ચાચર ચોકમાં નેતાઓ ગરબે ઝૂમ્યા, માતાની માનતા માટે દીકરાની આંખે પાટા બાંધી 200 કિમી પદયાત્રા
Last Updated: 01:58 PM, 24 September 2026
ADVERTISEMENT
અંબાજીના ભાદરવી પૂનમ મહામેળામાં આ વખતે ભક્તિની સાથે અનેક અનોખા દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. યાત્રાધામમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે લાંબી લાઈનો લાગી રહી છે. આ દરમિયાન ચાચર ચોકમાં નેતાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા, તો બીજી તરફ અમદાવાદથી અંબાજી સુધી એક દીકરાએ પોતાની માતાની તબિયત સારી થાય તે માટે આંખે પાટા બાંધીને 200 કિલોમીટરની પદયાત્રા કરી હતી. ભક્તિ અને લાગણીથી ભરેલી આ બંને ઘટનાઓ અંબાજીના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ADVERTISEMENT

ભાદરવી પૂનમના મહામેળામાં મંત્રી પ્રવિણ માળી અને ધારાસભ્યો ગરબે ઘૂમ્યા હતા. ધારાસભ્ય સંગીતા પાટીલ અને નિમિષા સુથાર પણ ચાચર ચોકમાં ગરબે ઝૂમ્યા હતા. નેતાઓએ ભક્તિના માહોલમાં ગરબાની રમઝટ બોલાવી હતી. ખાસ વાત એ છે કે મંત્રી પ્રવિણ માળી ડીસાથી અંબાજી સુધી 100 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને પહોંચ્યા હતા. આ સાયકલ યાત્રા દરમિયાન તેમણે ભક્તિની સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપ્યો હતો.
ADVERTISEMENT
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામમાં વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી રહી છે. મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચી રહ્યા હોવાથી ભક્તોને આશરે 2 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. આટલી લાંબી રાહ બાદ ભક્તોનો માતાજીના દર્શનનો વારો આવી રહ્યો છે. અત્યાર સુધીમાં અંબાજીમાં 35 લાખ લોકોએ માતાજીના દર્શન કર્યા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
ભાદરવી પૂનમના મેળામાં નેતાઓનો ગરબાનો રંગ, પ્રવીણ માળીથી સંગીતા પાટીલ-નિમિષા સુથાર ગરબે ઘૂમ્યા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 24, 2026
અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ચાચર ચોક ખાતે નેતાઓ ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. મંત્રી પ્રવીણ માળી સાથે ધારાસભ્ય સંગીતા પાટીલ અને નિમિષા સુથારે પણ ગરબા કર્યા હતા. પ્રવીણ માળી ડીસાથી… pic.twitter.com/JM5LPmd0iy
આ ભક્તિભર્યા માહોલ વચ્ચે એક દીકરાની અનોખી માનતા પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અમદાવાદથી એક દીકરાએ પોતાની જન્મદેનારી માતાની તબિયત સારી થાય તે માટે મા અંબા સમક્ષ અનોખી બાધા રાખી હતી. માતાના હૃદયની તકલીફ દૂર થાય અને તેમની તબિયત સારી થાય તે માટે દીકરાએ આંખે પાટા બાંધીને અમદાવાદથી અંબાજી સુધી પદયાત્રા કરવાનો સંકલ્પ લીધો હતો.
ADVERTISEMENT
ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર, કરો ગબ્બરના ગોખથી માં અંબાની જ્યોતના દર્શન#Ambaji #BhadarviPoonam #Gabbar #AmbajiMata #MaaAmba #JyotDarshan #VTVDigital pic.twitter.com/maQLIq6kEW
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 24, 2026
આ સંકલ્પ પૂરો કરવા માટે દીકરાએ આંખે પાટા બાંધીને આશરે 200 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. રસ્તામાં આંખે પાટા બાંધેલી સ્થિતિમાં પદયાત્રા કરતો આ દીકરો અનેક લોકો માટે આશ્ચર્ય અને આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અંતે તે અંબાજી પહોંચ્યો અને મા અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર પહોંચ્યા બાદ તેણે મંદિરમાં મા અંબા સમક્ષ પોતાની આંખે બાંધેલા પાટા ખોલ્યા હતા. ત્યારબાદ માતાના હૃદયની તકલીફ દૂર થાય અને તેમની તબિયત સારી થાય તે માટે મા અંબાને અરદાસ કરી હતી. જન્મદેનારી મા માટે દીકરાની આ અનોખી ભક્તિએ મેળામાં હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : દ્વારકા જવાના હોય તો જાણી લેજો, આ જગ્યા પર લોકોની અવરજવર પર મુકાયો પ્રતિબંધ
આમ, અંબાજીના ભાદરવી પૂનમ મહામેળામાં એક તરફ નેતાઓ ગરબે ઝૂમીને ભક્તિના રંગમાં રંગાયા છે, તો બીજી તરફ એક દીકરાની માતા પ્રત્યેની લાગણી અને આસ્થાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભક્તિ સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ અને માતા માટે દીકરાની અનોખી માનતા—મેળાના આ બંને દૃશ્યો અંબાજીની આસ્થા અને ભક્તિના અલગ અલગ રંગો રજૂ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT