ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આ તારીખે કેતુ આશ્લેષા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિના જાતકોને કરિયર, વેપાર અને આર્થિક મામલે પ્રગતિના યોગ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / આ તારીખે કેતુ આશ્લેષા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિના જાતકોને કરિયર, વેપાર અને આર્થિક મામલે પ્રગતિના યોગ

Last Updated: 04:26 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વૈદિક જ્યોતિષમાં રહસ્ય અને અધ્યાત્મનો કારક ગણાતો કેતુ ગ્રહ 25 નવેમ્બર 2026 ના રોજ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

1/7

photoStories-logo

1. આ તારીખે કેતુ આશ્લેષા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિના જાતકોને કરિયર, વેપાર અને આર્થિક મામલે પ્રગતિના યોગ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને એક છાયા ગ્રહ અને રહસ્ય, સંશોધન, બુદ્ધિ તેમજ વૈરાગ્યનો કારક માનવામાં આવે છે. નવેમ્બર મહિનાના અંતમાં કેતુ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. દ્રિક પંચાંગની ગણતરી અનુસાર, 25 નવેમ્બર 2026 ના રોજ સાંજે 4:34 વાગ્યાની આસપાસ કેતુ બુધ ગ્રહના માલિકી વાળા આશ્લેષા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રવેશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 4 રાશિના જાતકો માટે પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલશે

કેતુનું આ નક્ષત્ર ગોચર 6 February 2027 સુધી આ જ ચરણમાં રહેશે, ત્યારબાદ તે આશ્લેષા નક્ષત્રના ત્રીજા ચરણમાં પ્રવેશ કરશે. બુધના નક્ષત્રમાં કેતુનું આગમન વ્યુહરચના, ટેકનોલોજી, બુદ્ધિમત્તા અને આર્થિક નિર્ણયો પર ખાસ અસર કરશે. આ જ્યોતિષીય બદલાવથી 4 ચોક્કસ રાશિના જાતકો માટે પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કર્ક

કર્ક રાશિના જાતકો માટે આ સમય કરિયર સંબંધિત મૂંઝવણોમાંથી મુક્તિ અપાવનારો સાબિત થશે. જો તમે લાંબા સમયથી નવી નોકરી કે પ્રોજેક્ટની શોધમાં છો, તો સારો અવસર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પદોન્નતિ (Promotion) કે નવી મોટી જવાબદારી અંગેની વાટાઘાટો આગળ વધશે. વ્યાપારીઓ માટે નવી યોજનાઓ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાથી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સિંહ

સિંહ રાશિના લોકો માટે પ્રોફેશનલ લાઈફમાં ઉત્તમ તકો જનરેટ થઈ રહી છે. નોકરીયાત વર્ગને એવી મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે, જ્યાં તેમની કાર્યક્ષમતા અને લીડરશીપ ગુણોની પ્રશંસા થશે. બિઝનેસમાં યોગ્ય વ્યૂહરચના સાથે આગળ વધવાથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. અટકેલા નાણાં પરત મળવાના અથવા આવકના વધારાના સ્ત્રોત ઉભા થવાના યોગ છે. જોકે, કોઈ પણ મોટા નિર્ણયો ઉતાવળમાં લેવાનું ટાળવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. તુલા

કેતુનું આ નક્ષત્ર પરિવર્તન તુલા રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં ફેરફાર અને નવા સંપર્કો બનાવવા માટે ખાસ મહત્વનું રહેશે. વેપારીઓને જૂના સંપર્કો અથવા નવા લોકો સાથે જોડાવાથી ઉત્તમ વ્યાપારી લાભ મળી શકે છે. ઓફિસમાં તમારી ભૂમિકા વધુ મજબૂત બનશે. અચાનક નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે, પરંતુ રોકાણ સંબંધિત નિર્ણયોમાં સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ આગળ વધવાની સલાહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે કેતુનો આ બદલાવ યોજનાઓ અને આયોજનો દ્વારા સફળતા લાવશે. તમારી ત્વરિત નિર્ણય શક્તિ અને રણનીતિ બિઝનેસમાં મોટો કોન્ટ્રાક્ટ કે નવી ડીલ અપાવી શકે છે. નાણાકીય બાબતોમાં પ્રગતિના સારા અવસરો મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બને તેવા સંકેતો છે, તેમ છતાં મોટા રોકાણ કરતા પહેલા પોતાની કુંડળીના અન્ય ગ્રહોની સ્થિતિ ધ્યાનમાં લેવી હિતાવહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ડિસ્ક્લેમર

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AstrologyNews KetuTransit2026 KetuNakshatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ