ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / દરિયા કિનારે ટકરાયું વાવાઝોડું અર્નબ, ભારે વરસાદથી અનેક પુલ તણાયા, 5000 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા
Last Updated: 03:10 PM, 24 September 2026
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત અર્નબ રાત્રે 11 વાગ્યાથી ૧ વાગ્યાની વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. બંને રાજ્યોના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડિશામાં લગભગ 5,૦૦૦ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. દક્ષિણ જિલ્લાઓમાં 4,000થી વધુ પુલ અને રસ્તાઓ ધોવાઈ ગયા છે.
ADVERTISEMENT
74 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલિંગપટ્ટનમના અનેક વિસ્તારોમાં 74 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડ્યો. વિજયવાડામાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરની ઘણી શાળાઓ સતત બીજા દિવસે બંધ જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ છેલ્લા 6 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં 3 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી છે.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળ અને યુપીમાં ભારે વરસાદ
વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દાર્જિલિંગ અને કાલિમપોંગ માટે ભૂસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે.પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણામાં લો પ્રેશરની અસરને કારણે ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : વિદેશનો મોહભંગ, 40 ટકા લોકો હવે પરત ભારત આવી રહ્યાં છે, સર્વેમાં મોટો ખુલાસો
યુપીમાં 3 દિવસ બાદ ફરી વરસાદ
ADVERTISEMENT
યુપીમાં 3 દિવસ બાદ ફરી ચોમાસાના વરસાદનો સિલસિલો શરૂ થયો છે. ગુરુવારે લખનઉ, ગોંડા, મહારાજગંજ, ઉન્નાવ અને પ્રયાગરાજમાં વરસાદ થયો. ગોંડામાં સવારે 4 વાગ્યાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT