ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / એક-બે નહીં, 24મીએ 19 રાજ્યોમાં વરસાદ ભુક્કાં બોલાવશે, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

photo-story

9 ફોટો ગેલેરી

વેધર / એક-બે નહીં, 24મીએ 19 રાજ્યોમાં વરસાદ ભુક્કાં બોલાવશે, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

Last Updated: 11:05 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી મોનસૂન વિદાય લઈ રહ્યું છે, ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/9

photoStories-logo

1. એક-બે નહીં, 24મીએ 19 રાજ્યોમાં વરસાદ ભુક્કાં બોલાવશે, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી નૈઋત્યના મોનસૂનની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, પરંતુ પૂર્વ દિશામાંથી આવી રહેલા દરિયાઈ વાવાઝોડા જેવા સિસ્ટમને કારણે દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર આંધી-તોફાન અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું સર્ક્યુલેશન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે. આ સિસ્ટમ ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણી ઓડિશાના દરિયાકાંઠાને ક્રોસ કર્યા બાદ 24 સપ્ટેમ્બર 2026 ના રોજ દેશના 19 થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. કયા રાજ્યોમાં રહેશે આંધી-તોફાન સાથે મુશળધાર વરસાદ?

IMD ના તાજેતરના પૂર્વાનુમાન મુજબ, 24 સપ્ટેમ્બરના રોજ તેલંગાણા, દક્ષિણ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ 204.4 mm થી વધુ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. ઓરેન્જ એલર્ટ જાહેર

ઉત્તરી તટીય આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. UP અને MP માં હવામાન

પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, અસમ, મેઘાલય અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 થી 80 km/h ની ઝડપે ફુંકાતા તોફાની પવનો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. UP માં 25th અને 26th September ના રોજ ભારે વરસાદને કારણે તાપમાનમાં 6°C થી 9°C સુધીનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે. 24th થી 29th September દરમિયાન મધ્યપ્રદેશ અને વિદર્ભમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આશંકા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. માછીમારો માટે કડક ચેતવણી અને પૂરનું જોખમ

બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે 55 થી 65 km/h ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. દરિયામાં અત્યંત ખરાબ હવામાન હોવાના કારણે IMD એ માછીમારોને 24th September સુધી દરિયામાં ન જવાની સખત સૂચના આપી છે.વધુમાં, ઓડિશાના પુરી, કટક, ખુર્દા, ગંજમ તેમજ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ અને છત્તીસગઢ-તેલંગાણાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અચાનક પૂર (Flash Floods) આવવાનું જોખમ વ્યક્ત કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. દિલ્હી-NCR ની સ્થિતિ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24th September ના રોજ દિલ્હી-NCR માં આકાશ મોટે ભાગે સાફ રહેશે. મહત્તમ તાપમાન 33°C થી 35°C અને લઘુત્તમ તાપમાન 23°C થી 25°C વચ્ચે રહેવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી મોનસૂન અધિકૃત રીતે પાછું ખેંચાઈ ચૂક્યું છે, છતાં દરિયાઈ સિસ્ટમની અસરથી વાતાવરણમાં ભેજ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

23 સપ્ટેમ્બરે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપી જેવા જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સ્થાનિક ધોરણે ઝાપટાં પડે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભેજનું પ્રમાણ વધવાને કારણે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. ચોમાસાની વિધિવત વિદાય પહેલાં વરસાદી ઝાપટાં પડશે

બીજી તરફ, ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની ધારણા છે. અહીં મહત્તમ તાપમાન 37°C સુધી પહોંચવાની શક્યતા હોવાથી બપોરના સમયે ગરમી અને અકળામણનો અનુભવ થઈ શકે છે. રાત્રિના સમયે તાપમાન 27°C ની આસપાસ રહેશે, જેથી વાતાવરણમાં ભેજ અને સામાન્ય બફારો જળવાઈ રહેશે. 23 સપ્ટેમ્બરે રાજ્યમાં ચોમાસાની વિધિવત વિદાય પહેલાં પશ્ચિમી પવનોના કારણે સ્થાનિક સ્તરે વરસાદી ઝાપટાં પડે તેવું ચિત્ર સ્પષ્ટ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdate IMDAlert Monsoon2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ