ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Selfie માટે નવો સ્માર્ટફોન લેવાનો પ્લાન? Googleથી Vivo અને Samsung સુધીના આ 4 ફોનના કેમેરા, ફીચર્સ અને કિંમત જાણો

તમારા કામનું / Selfie માટે નવો સ્માર્ટફોન લેવાનો પ્લાન? Googleથી Vivo અને Samsung સુધીના આ 4 ફોનના કેમેરા, ફીચર્સ અને કિંમત જાણો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:19 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smartphone: આજના સમયમાં નવો સ્માર્ટફોન ખરીદતી વખતે લોકો પાછળના કેમેરા સાથે ફ્રન્ટ કેમેરા પર પણ ખાસ ધ્યાન આપે છે.

ADVERTISEMENT

Smartphone: આજના સમયમાં નવો સ્માર્ટફોન ખરીદતી વખતે લોકો પાછળના કેમેરા સાથે ફ્રન્ટ કેમેરા પર પણ ખાસ ધ્યાન આપે છે. આ જરૂરિયાતને સમજતી કંપનીઓ, હાઇ-રિઝોલ્યુશન સેલ્ફી કેમેરા, ઓટોફોકસ, બેહતર પોટ્રેટ અને AI ફીચર્સ આપી રહી છે. શાનદાર સેલ્ફી લેવા માટે હવે ફક્ત મોંઘા ફ્લેગશિપ ફોન પર નિર્ભર રહેવાની જરૂર નથી. મિડ-રેન્જ અને અપર-મિડ-રેન્જ સેગમેન્ટમાં 50MP સેલ્ફી કેમેરા સાથે ઘણા વિકલ્પો મળે છે. તમે નવો ફોન લેવાની યોજના બનાવી રહ્યા છો અને સેલ્ફી કેમેરા તમારી પ્રાથમિકતા છે, તો Vivo, Google અને Samsung ના આ સ્માર્ટફોન પર એક નજર કરવી જોઇએ.

વીવો એક્સ 300 અલ્ટ્રા

Vivo X300 Ultra એક પ્રીમિયમ સ્માર્ટફોન છે જે તેના કેમેરા સેટઅપ પર ખાસ ભાર મૂકે છે. સેલ્ફી માટે તેમાં 50MP ફ્રન્ટ કેમેરા છે, જે 4K સુધીનો વિડિયો પણ રેકોર્ડ કરી શકે છે. ફોનમાં ઓઆઇએસ સપોર્ટ સાથે 200MP પેરિસ્કોપ કેમેરા અને પાછળ 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. પાછળના કેમેરા 8K સુધીનો વિડિયો રેકોર્ડ કરી શકે છે. 16GB RAM અને 512GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત ₹159,999 છે.

ગૂગલ પિક્સલ 11 પ્રો એક્સએલ

Google Pixel 11 Pro XL એ એવા વપરાશકર્તાઓ માટે પણ એક વિકલ્પ છે જેઓ તેમના ફોન પર ફોટોગ્રાફીને પ્રાથમિકતા આપે છે. તેમાં f/2.2 અપર્ચર સાથે 42MP ફ્રન્ટ કેમેરા છે. પાછળના કેમેરા સેટઅપમાં OIS અને LDAF સાથે 50MP મુખ્ય કેમેરા, 48MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 5x ઓપ્ટિકલ ઝૂમ અને 120x ડિજિટલ ઝૂમ સાથે 48MP ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે.

આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.8-ઇંચ QHD+ AMOLED ડિસ્પ્લે છે. 12GB RAM અને 256GB સ્ટોરેજવાળા બેઝ મોડેલની કિંમત ₹1,34,999 છે. 16GB RAM અને 512GB સ્ટોરેજવાળા ટોપ વેરિઅન્ટની કિંમત ₹1,49,999 છે. ફોન કેન્યોન, ફોગ, ઓલિવ અને ઓબ્સિડીયન કલરમાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એસ26 અલ્ટ્રા

Samsung Galaxy S26 Ultra માં 12MP ફ્રન્ટ કેમેરા છે જે 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. તેના ફ્રન્ટ કેમેરામાં f/2.2 નું અપર્ચર છે. પાછળના ભાગમાં OIS સપોર્ટ સાથે 200MP મેન કેમેરા છે. તેની સાથે 50MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા 5x ઓપ્ટિકલ ઝૂમ સાથે, 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 10MP ટેલિફોટો કેમેરા છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમારા કામનું / ઘરમાં દેખાતી ગરોળી કરડે તો શું થાય? શું તેમાં ઝેર હોય છે? જાણો કરડે કે ખંજવાળે તો શું કરવું અને ક્યારે ડૉક્ટર પાસે જવું

વીવો વી70 એફઇ

જો તમને ફ્લેગશિપ કિંમત કરતાં ઓછી કિંમતના ફોનમાં દમદાર સેલ્ફી કેમેરા જોઈતો હોય તો તમે Vivo V70 FE પર નજર કરી શકો છો. તેમાં f/2.2 એપરચર સાથે 50MP ફ્રન્ટ કેમેરા છે. રિયર કેમેરા સેટઅપમાં OIS સાથે 200MP મેન કેમેરા અને 120-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ સાથે 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા મળે છે. તેમાં AI મેજિક વેધર વિથ Aura Light, AI મેજિક લેન્ડસ્કેપ, AI ફોર-સીઝન પોટ્રેટ અને AI-આધારિત 30x સુપર ઝૂમ જેવા ફીચર્સ પણ છે.

વીવો વી70 એફઇમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.83-ઇંચની 1.5K OLED ડિસ્પ્લે છે. આ ફોન MediaTek Dimensity 7360-Turbo ચિપસેટ પર ચાલે છે. તેમા 7,000mAh બેટરી અને 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone Utility News Selfie

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ