ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચોમાસું આફત! સાણંદના જુવાલ ગામની પાટમાં બે યુવાનો ડૂબ્યા, પાણીમાંથી કાઢી એક યુવાનને હોસ્પિટલ ખસેડાયો
Last Updated: 08:08 PM, 20 September 2026
ADVERTISEMENT
સાણંદના જુવાલ ગામની પાટમાં બે યુવાનો ડૂબ્યાનો બનાવ બન્યો છે. નાહવા પડેલા ડુબ્યા હોવાનુ સામે આવ્યું છે. એક યુવાનને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો જ્યારે બીજા એક યુવાનની શોધખોળ ચાલું છે. બંને યુવાનો જુવાલ પાટમાં પાણીના પ્રવાહમાં કેવી રીતે ગયા તે અંગે તપાસનો વિષય છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને બચાવ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
ગાંધીનગર નજીક શાહપુરમાં 3 યુવકો ડૂબ્યાં
ગાંધીનગર નજીક શાહપુરમાં ગતરોજ નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા પહોંચેલા સ્થાનિક શ્રદ્ધાળુઓમાંથી 3 યુવકો અચાનક નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. વિસર્જનની વિધિ અને ઉત્સાહ વચ્ચે બનેલી આ આકસ્મિક ઘટનાને કારણે નદી કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
2 યુવકોને બચાવી લેવાયા
ADVERTISEMENT
શાહપુર વિસ્તારમાં ગણેશ વિસર્જન વખતે 3 યુવકો ડૂબ્યા નદીમાં યુવકો ડૂબી રહ્યા હોવાનું ધ્યાને આવતાં જ આસપાસના લોકો અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક મદદ માટે નદીમાં કૂદી પડ્યા હતા. લોકોની સમયસૂચકતા અને ઝડપી મદદના કારણે 2 યુવકોને નદીમાંથી સુખરૂપ અને સલામત રીતે બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી.નદીના પાણીના ઝડપી પ્રવાહ અથવા ઊંડાણને કારણે 1 યુવક પાણીમાં ગરકાવ થઈ જતાં લાપતા બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.