ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : 'જે ઠેકાણે અકસ્માત થયો એ ઠેકાણે બનશે સ્મારક' ગુજ્જુ લવ ગુરુની યાદમાં વિજય સુવાડાનો મોટો સંકલ્પ

સુઈગામ / VIDEO : 'જે ઠેકાણે અકસ્માત થયો એ ઠેકાણે બનશે સ્મારક' ગુજ્જુ લવ ગુરુની યાદમાં વિજય સુવાડાનો મોટો સંકલ્પ

Published By: Hiralal Parmar
Reported By: Vashram Chaudhary

Last Updated: 07:19 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ થરાદમાં ગુજ્જુ લવ ગુરુની યાદમાં વિજય સુવાડાએ એક મોટી જાહેરાત કરી છે.

ADVERTISEMENT

લાખો દિલ પર રાજ કરનારો ગુજ્જુ લવ ગુરુ ઉર્ફ ચંદન રાઠોડ હવે આ દુનિયામાં નથી. ગત રોજ વાવ થરાદમાં બાઈક અકસ્માતમાં તેનું અવસાન થયું હતું. ગુજરાતી નામી-અનામી કલાકારો આજે ચંદન રાઠોડના વતન સુઈગામમાં પહોંચ્યાં હતા અને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. લોક ગાયક વિજય સુવાડાએ એવી જાહેરાત કરી કે જ્યાં ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન થયું ત્યાં તેનું સ્મારક બનશે. તેમણે વિહોતર ગ્રૂપ સાથે મળીને સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. વિજય સુવાડાએ કહ્યું કે ચંદન રાઠોડના પરિવાર અને સંતાનો માટે પણ સહાયનું આયોજન થશે.

ગુજરાતી કલાકારો સુઈગામમાં પહોંચ્યાં

રાકેશ બારોટ સહિત લોકકલાકારોનો મોટો કાફલો સુઈગામ પહોંચ્યો હતો અને ગુજ્જુ લવ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં વિક્રમ ઠાકોર, વિજય સુવાળા-રાકેશ બારોટ સહિતની બીજા કલાકારો સામેલ છે. સતત ચોથા દિવસે પણ ચંદન રાઠોડના નિવાસસ્થાને ચાહકોની ભીડ જોવા મળી હતી.

વિહોતર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પરિવારને 51 હજારની સહાય

વિહોતર ગ્રૂપના રાષ્ટ્રીય અધ્યક્ષ જીવરાજ આલ પણ સુઈગામ પહોંચ્યા હતા અને ગુજ્જુ લવ ગુરુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિહોતર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પરિવારને 51 હજારની મદદની જાહેરાત કરાઈ હતી.

લોકગાયક રાકેશ બારોટે પણ શ્રદ્ધાંજલિ આપી

લોકગાયક રાકેશ બારોટ ચંદન વાવ થરાદના સુઈગામમાં પહોંચ્યાં હતા અને સ્વર્ગસ્થ ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે તેઓ ભાવુક જોવા મળ્યાં હતા. તેમણે કહ્યું માત્ર 10 મિનિટની મુલાકાતમાં ચંદનના સ્વભાવનો પરિચય થયો હતો. તેમણે કહ્યું કે ચંદનને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડેલા લોકોની લાગણી જોઈ, આટલી પ્રજા ચંદનના પ્રેમને લઈને અહીં ટૂટી પડી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujju Love Guru news Gujju Love Guru Vijay Suvada

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ