ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવતર પહેલ, સમાજના ઝઘડાઓ ડામવા 'સમાધાન પંચ'ની કરી રચના

Surat News / સુરત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવતર પહેલ, સમાજના ઝઘડાઓ ડામવા 'સમાધાન પંચ'ની કરી રચના

Published By: Ajitsinh Jadeja
Reported By: Dhruv Sompura

Last Updated: 09:50 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Patidar Community: સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. સુરત શહેરમાં પાટીદાર સમાજે સંયુક્ત રીતે સમાધાન પંચની રચના કરી છે.

ADVERTISEMENT

સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. સુરત શહેરમાં પાટીદાર સમાજે સંયુક્ત રીતે સમાધાન પંચની રચના કરી છે. કોર્ટમાં જતા પહેલા આ સમાધાન પંચમાં ઝઘડાના સમાધાનનો પ્રયાસ કરાશે.

પાટીદાર સમાજમાં છુટાછેડા અને પ્રોપર્ટીના ઝઘડા કોર્ટ પહોંચે તે પહેલા અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. સમાધાન પંચમાં અરજી આવ્યા બાદ બંને પક્ષોને બેસાડીને સમાધાનનો માર્ગ કઢાશે. સમાધાન પંચમાં 11 સભ્યોની હાય પાવર કમિટીની રચના કરવામાં આવશે.

સમાધાન પંચના પ્રમુખ તરીકે સમાજના આગેવાન જગદીશ ખુંટની નિમણૂક કરવામાં આવી છે. પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેઠા અને મથુર સમાણીના અભિગમના પગલે સમાધાન પંચની રચના કરવામાં આવી છે. પાટીદારમાં છૂટાછેડા અને મિલ્કતના વધતા ઝઘડાને લઈ સમાધાન પંચની રચના અનિવાર્ય બની હતી.

અસંખ્ય પરિવાર કોર્ટ કેસમાં પાયમાલ થાય છે. સમય અને નાણાં બચાવવા માટે પાટીદાર સમાજ દ્વારા સમાધાન પંચની રચના કરવામાં આવી છે. સુરતમાં વસતા લાખો પાટીદાર પરિવારોમાં બદલાતી જીવનશૈલીના કારણે વધી રહેલા છૂટાછેડાના કેસો અને કરોડો રૂપિયાના વેપાર-ધંધા વચ્ચે ભાઈઓ વચ્ચે સર્જાતા મિલકતના વિવાદોને કોર્ટના પગથિયાં ચડતાં અટકાવવા માટે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પહેલ કરવામાં આવી છે. પંચમાં અરજી આવ્યા બાદ બંને પક્ષોને બેસાડીને સમાધાનનો માર્ગ કાઢવામાં આવશે.

VTV Digital 1

વધુ વાંચો : સુરતના સારોલીમાં 17 દુકાનો સળગાવી 24 કરોડનું નુકસાન કરનાર આરોપી ક્યાં છુપાયો? પોલીસ પકડથી દૂર

નોધનીય છે કે, સુરતના વિવિધ વિસ્તારોમાં 15 લાખ કરતા વધુ પાટીદારો વસી રહ્યા છે. સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી પાટીદારો સુરતમાં વસ્યા છે. અને સુરતને કર્મભૂમિ બનાવી લીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Patidar Community Conciliation Committee Surat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ