ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી: રાયસણના Blinkit સ્ટોરનું લાઇસન્સ સસ્પેન્ડ

ગાંધીનગર / ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી: રાયસણના Blinkit સ્ટોરનું લાઇસન્સ સસ્પેન્ડ

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 06:16 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મહાનગરપાલિકા ની ફુડ સેફ્ટી શાખા દ્વારા રાયસણ ખાતેના Blinkit સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ,વિવિધ સંસ્થાઓની હોસ્ટેલના રસોડાઓની પણ અવિરત તપાસ ચાલું રખાઇ છે.

ADVERTISEMENT

ગાંધીનગર મહાનગરપાલિકાની ફુડ સેફ્ટી શાખા દ્વારા શાખાને મળેલ ફરીયાદના આધારે તા.૧૭/૦૯/૨૦૨૬ ના રોજ રાયસણ ખાતે આવેલ Blinkit સ્ટોરની “ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬” હેઠળ ખાસ તપાસ કરવામાં આવી જેમાં ખાદ્યચીજવસ્તુઓની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી. ઉક્ત સ્થળ એ ઉક્ત ધારા હેઠળના સેનીટેશન અને હાઇજીનીક જોગવાઇ મુજબના શિડ્યુલ-૪ ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવેલ ઇન્સ્પેક્શન દરમિયાન સેનિટેશન તેમજ હાઈજીનિક કન્ડિશન અન્વયે માલુમ પડેલ ક્ષતિઓ અન્વયે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી ફૂડ લાયસન્સ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

આ Blinkit સ્ટોર ખાતે ખાતે સેનીટેશન અને હાઇજીનીક કંડીશન બિલકુલ યોગ્ય જોવા ન મળતા તેમજ સ્ટોરમાં ગંદકી જોવા મળતા તેમજ ખાદ્યચીજોનો સંગ્રહ યોગ્ય રીતે ન હોઇ, સ્ટોરની દિવાલો પર કરોળીયાના જાળા જોવા મળતાં, ગ્રાહકોને ડીલીવર થતી ખાદ્યચીજો ગંદા સાફ સફાઇ વગરના રેક પર રાખેલ હોઇ તાત્કાલીક તેનું ફુડ લાયસન્સ સસ્પેન્ડ કરી તે પેઢીને બંધ કરાવવામાં આવેલ છે. જો સુધારો નહીં જણાય તો આગળની સખત કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને આ પેઢીને ઇમ્પ્રુવમેન્ટ નોટીસ પણ આપવામાં આવેલ છે.

આ ઉપરાંત શાખા દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલ હોસ્ટેલના રસોડાઓની તપાસની ખાસ ડ્રાઇવ અન્વયે યુથ હોસ્ટેલ ગીતા રેસીડેન્સી રાયસણ , જી.આઇ.ડી.એમ, રાયસણ ની કેન્ટીન, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોસ્ટેલ, EDI, ભાટ ની કેન્ટીન, આદર્શ નિવાસી શાળા તેમજ NID,ગાંધીનગર, ઉત્કર્ષ હોસ્ટેલ, અન્નપુર્ણા ધામ હોસ્ટેલ, IAR ની કેન્ટીન, કડી સર્વ વિદ્યાલયની કેન્ટીન, એન.આઇ.એફ.ટી કેમ્પસની કેન્ટીન , DAIICT Campus વિગેરે એમ કુલ ૧૪ સંસ્થાઓની હોસ્ટેલ ની કેન્ટીનની તપાસ કરવામાં આવેલ છે. જે પૈકી યુથ હોસ્ટેલ ગીતા રેસીડેન્સી રાયસણ ની સેનીટેશન અને હાઇજીનીક કંડીશન સંતોષકારક ન હોઇ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવેલ છે અને નોટીસ સમયગાળા દરમિયાન સુધારો ન જણાય તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને વિવિધ હોસ્ટેલમાંથી વિવિધ ખાદ્યચીજોના કુલ ૩૪ નમુનાઓ લેવામાં આવેલ છે જેનાં પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં તમામ સંસ્થાઓ ખાતે ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ ભોજન આપવામાં આવે તે સુનિશ્વિત કરવા કડક સૂચનાઓ આપવામાં આવેલ છે તેમજ“ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬” તેમજ તે હેઠળના તમામ રેગ્યુલેશન્સ ની તમામ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવા સુચનાઓ આપવામાં આવેલ છે.

વધુમાં ગાંધીનગર શહેરમાં તમામ સંસ્થાઓની હોસ્ટેલ તેમજ કેન્ટીન સંચાલકોને ખાસ સુચના સહિત અપીલ કરવામાં આવે છે કે કિચનમાં કામ કરતા તેમજ ખોરાક પીરસતા ફુડ બિઝનેશ ઓપરેટરો એ કેપ, એપ્રોન તથા ગ્લવ્ઝ ફરજીયાત પહેરાવવા તેમજ તૈયાર ખાદ્યચીજની બનાવટમાં કોઈપણ પ્રકારના કલર નો ઉપયોગ ન કરવા તેમજ ન્યૂઝપેપર નો પણ ઉપયોગ નહીં કરવા અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ માં ખાદ્યચીજ બનાવવા અને ખાસ કરીને પેરીશેબલ એટલે કે જલદીથી બગડી જાય તેવી ખાદ્યચીજ નો સંગ્રહ યોગ્ય તાપમાને અને સ્વચ્છ અને સુઘડ જગ્યાએ કરી તેનો સુવ્યવસ્થિત રીતે ઉપયોગ કરવા તેમજ ગુણવત્તા યુક્ત ખાદ્યચીજ બનાવવા અને પીરસવા સૂચના આપવામાં આવે છે અને મહાનગરપાલિકા દ્વારા આ તપાસ સતત ચાલું રાખવામાં આવશે અને “ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬”ની જોગવાઇઓનું પાલન થાય તે સુનિશ્વિત કરવામાં આવશે અને જોગવાઈ ના કોઈપણ પ્રકારના ભંગ બદલ લાયસન્સ / રજીસ્ટ્રેશન સર્ટી. કાયમી ધોરણે સસ્પેન્ડ કે રદ્દ કરવા સુધી તેમજ ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ આગળની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મંદિરમાં ચોરી કરતી ટોળકી પકડાઈ, રાજસ્થાનની ગરાસિયા ગેંગનો હતો હાથ, 3 આરોપીને રાજકોટ LCBએ દબોચ્યા

ગાંધીનગર મહાનગરપાલિકા શહેરના તમામ નાગરીકોને શુધ્ધ, આરોગ્યપ્રદ અને સલામત ખોરાક મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Blinkit store suspended Raysan Blinkit store Gandhinagar Municipal Corporation

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ