ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર, 4 IPS અધિકારીઓની નિમણૂક, 6 SPની બદલી
Last Updated: 08:25 PM, 18 September 2026
ADVERTISEMENT
Gandhinagar News: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 4 નવા આઇપીએસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તેમજ 6 એસપીની બદલી કરવામાં આવી છે. વર્ષ 2023 તથા 2024 બેચના 4 આઈપીએસ અધિકારીઓને નિમણૂંક અપાઇ છે જ્યારે રાજ્યના છ એસપીએસ ની બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ભાગરૂપે 10 પોલીસ અધિકારીઓની બદલી તેમજ નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

આ આદેશમાં 2023 અને 2024 ની બેચના 4 યુવા આઇપીએસ અધિકારીઓને સ્વતંત્ર આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (ASP) તરીકે નિમણૂક આપવામાં આવી છે. જેમાં માનસી આર. મીનાને અમદાવાદના વિરમગામ, મૌસમ મહેતાને વાવ-થરાદના દિયોદર, પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે અને કરણકુમાર પન્નાને દાહોદના લીમખેડા ખાતે એએસપી તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
તેમજ બઢતી મળ્યા બાદ જેમના પોસ્ટિંગ બાકી હતા તેવા 6 સિનિયર એસપીએસ અધિકારીઓને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના વિવિધ ગ્રુપમાં કમાન્ડન્ટ અને એક્સ-કેડર જગ્યાઓ પર નવી નિમણૂકો આપવામાં આવી છે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ સંજીવ કુમારની સહીથી રાજ્યપાલના નામે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાંધીનગર / ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી: રાયસણના Blinkit સ્ટોરનું લાઇસન્સ સસ્પેન્ડ
10 આઇપીએસ અને એસપીએસ અધિકારીઓની બદલી
ADVERTISEMENT
વડોદરા ટ્રાફિક ડીસીપી જે.આઈ. વસાવને એસઆરપીએફ ગ્રુપ 9 (વડોદરા), વિસનગર ડી.એમ. ચૌહાણને એસઆરપીએફ ગ્રુપ 3 (મડાણા, બનાસકાંઠા), પ્રકાશકુમાર રાવલને એસઆરપીએફ ગ્રુપ 4 (પાવડી, દાહોદ), ગોધરા હેડ ક્વાર્ટર એસપી બી.એલ. દેસાઈને એસઆરપીએફ ગ્રુપ 5 (ગોધરા), જૂનાગઢ પીટીસી એસપી એચ.પી. દોશીને એસઆરપીએફ ગ્રુપ 13 (રાજકોટ) અને સુરત એફ ડિવિઝન ડીસીપી એલ.બી. ઝાલાને એસઆરપીએફ ગ્રુપ 11 ના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ