ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતના આ 5 બેટ્સમેન છે સુપર હીટ, કોહલી નંબર 1 પર અને હીટમેનનું બેટ પણ ધનાધન ચાલે

સ્પોર્ટ્સ / વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતના આ 5 બેટ્સમેન છે સુપર હીટ, કોહલી નંબર 1 પર અને હીટમેનનું બેટ પણ ધનાધન ચાલે

Published By: Pravin Joshi

Last Updated: 05:13 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોનો સમાવેશ કરાયો છે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી 3 મેચોની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા કરી દીધી છે. શુભમન ગિલના નેતૃત્વમાં જાહેર કરાયેલી આ ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી દિગ્ગજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 50 ઓવરના ફોર્મેટમાં ભારતીય બેટ્સમેનોના આંકડા અત્યંત પ્રભાવશાળી રહ્યા છે, જેમાં રોહિત અને વિરાટની જોડી મોખરે છે.

Virat Kohli Rohit Sharma

વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ ODI રન બનાવનાર TOP-5 ભારતીય બેટ્સમેન

વિન્ડિઝ સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો શ્રેષ્ઠ રેકોર્ડ કિંગ વિરાટ કોહલીના નામે છે. તેમણે 41 ઇનિંગ્સમાં 2261 રન ફટકાર્યા છે. આ યાદીમાં 1613 રન સાથે રોહિત શર્મા બીજા સ્થાને છે. આ શ્રેણીમાં બંને દિગ્ગજો પાસે પોતાના રેકોર્ડને વધુ મજબૂત બનાવવાની સોનેરી તક રહેશે.

  • વિરાટ કોહલી: 2261 રન (41 ઇનિંગ્સ)
  • રોહિત શર્મા: 1613 રન (35 ઇનિંગ્સ)
  • સચિન તેંડુલકર: 1573 રન (39 ઇનિંગ્સ)
  • રાહુલ દ્રવિડ: 1348 રન (38 ઇનિંગ્સ)
  • સૌરવ ગાંગુલી: 1142 રન (27 મેચ)
HSWMXK5bEAAemXb

ટીમ સિલેક્શન: નવા ચહેરાઓ અને પેસ એટેક

આ વનડે શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડની વાપસી થઈ છે, જ્યારે આકિબ નબી અને નમન ધીર જેવા યુવા ખેલાડીઓને પ્રથમ વખત વનડે ટીમમાં સ્થાન મળ્યું છે. કે.એલ. રાહુલને ઉપ-કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે. પેસ એટેકની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલિંગ યુનિટનું નેતૃત્વ કરશે, જેમાં તેમને પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર અને આકિબ નબીનો સાથ મળશે. નોંધનીય છે કે અર્શદીપ સિંહને માત્ર T20I ટીમમાં રાખવામાં આવ્યા છે, જ્યારે જસપ્રીત બુમરાહને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

મેચોનું સંપૂર્ણ શિડ્યુલ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરે, બીજી મેચ 30 સપ્ટેમ્બરે અને ત્રીજી તથા અંતિમ મેચ 3 ઓક્ટોબરે રમાશે.

વધુ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-કોહલીની વાપસી; જાડેજા-સિરાજને પણ સ્થાન

વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારતીય વનડે ટીમ

શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કે.એલ. રાહુલ (ઉપ-કપ્તાન), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જેસવાલ અને નમન ધીર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ViratKohli INDvsWI RohitSharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ