ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / NSE IPOને મોટો પ્રતિસાદ, એન્કર રોકાણકારો પાસેથી ₹6,746 કરોડની જંગી રકમ એકઠી, LICએ સૌથી વધુ રોકાણ કર્યું
6 ફોટો ગેલેરી
Last Updated: 11:10 AM, 17 September 2026
1/6
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા તેનો IPO લાવવામાં આવી રહ્યો છે. જોકે છૂટક રોકાણકારો માટે આ IPO આજે 17 સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે, પરંતુ મોટા રોકાણકારોએ તેના માટે અગાઉથી જ રોકાણ શરૂ કરી દીધું છે; NSE એ 16 સપ્ટેમ્બરના રોજ જ 'એન્કર બુક' દ્વારા 6,746.2 કરોડ રુપિયાની ભારી રકમ એકત્રિત કરી લીધી છે. આ IPOમાં માત્ર ભારતના જ નહીં, પરંતુ વિશ્વભરના મોટા રોકાણકારોએ રોકાણ કર્યું છે. જો તમે પણ આ IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારી પાસે ૨૧ સપ્ટેમ્બર સુધીનો સમય છે. કંપનીએ આ IPO માટે પ્રતિ શેર 1,700 રુપિયા થી 1,785 રુપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
2/6
એન્કર રોકાણકારોની યાદી પર નજર નાખતા જણાય છે કે લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ સૌથી વધુ રસ ધરાવ્યો છે. LIC પાસે અગાઉથી જ NSEમાં 10.72 % હિસ્સો છે; હવે, એન્કર બુકમાં 465.3 કરોડના શેર ખરીદીને તેણે સૌથી મોટા ખરીદદારનું સ્થાન મેળવ્યું છે. માત્ર LIC જ નહીં, પરંતુ વીમા ક્ષેત્રની અન્ય ઘણી મોટી કંપનીઓએ પણ આમાં રોકાણ કર્યું છે. SBI પેન્શન ફંડ, HDFC લાઇફ, એક્સિસ મેક્સ લાઇફ અને UTI પેન્શન ફંડથી લઈને કોટક મહિન્દ્રા લાઇફ જેવી સંસ્થાઓએ તેમાં નાણાં રોક્યા છે. આ વીમા કંપનીઓનું કુલ રોકાણ અંદાજે 1,081.8 કરોડ રુપિયા છે, જે સમગ્ર 'એન્કર બુક' ના 16 ટકા હિસ્સો ધરાવે છે. આ સાથે જ, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ પણ સક્રિયતા દર્શાવી છે અને 98 વિવિધ યોજનાઓ દ્વારા કુલ એન્કર બુકમાં 36.98 ટકા ભાગ મેળવ્યો છે.
ADVERTISEMENT
3/6
ભારતીય બજારના આ IPOમાં વિદેશી રોકાણકારોએ પણ મોટા પાયે રોકાણ કર્યું છે. 'ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ'એ એન્કર બુકમાં 250 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે, જ્યારે 'મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર'એ 200 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત, 'અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી'એ 200 કરોડ રુપિયાના શેર ખરીદ્યા છે. ફિડેલિટી, ગોલ્ડમેન સૅક્સ, મોર્ગન સ્ટેનલી અને બીએનપી પરિબાસ જેવી અનેક મોટી વૈશ્વિક કંપનીઓ પણ આ 'એન્કર બુક'નો હિસ્સો બની છે. આ બાબત NSEના ભાવિ વિકાસમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ સ્પષ્ટપણે દર્શાવે છે.
4/6
આ સમગ્ર IPO 'ઓફર ફોર સેલ' (OFS) તરીકે લાવવામાં આવી રહ્યો છે. આનો સરળ અર્થ એ છે કે IPOમાંથી મળનારી રકમ NSE કંપનીને નહીં મળે. ઇશ્યૂના ખર્ચની બાદબાકી કર્યા પછી, બાકીની તમામ રકમ એવા વર્તમાન શેરધારકોને મળશે જેઓ તેમના શેર વેચી રહ્યા છે. આ IPOમાં કુલ 12.64 કરોડ રુપિયા શેર વેચવામાં આવી રહ્યા છે. કંપનીએ તેના કર્મચારીઓનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે. તેમના માટે 70 કરોડ રુપિયાના મૂલ્યના શેર અનામત રાખવામાં આવ્યા છે. સૌથી સારી વાત એ છે કે કર્મચારીઓને શેરની અંતિમ ઇશ્યૂ કિંમત પર પ્રતિ શેર 170 રુપિયાનું નોંધપાત્ર ડિસ્કાઉન્ટ મળશે.
ADVERTISEMENT
5/6
NSEના દબદબાની વાત કરીએ તો, ટર્નઓવરની દ્રષ્ટિએ તે ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. તેના વ્યવસાયનું કદ આંકડાઓ પરથી જ સ્પષ્ટ થાય છે. જૂન 2026માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના ડેટા મુજબ, NSEનો કેશ માર્કેટમાં હિસ્સો 93.05 % હતો. દરમિયાન, તે ઇક્વિટી ફ્યુચર્સમાં 99.72% અને ઇક્વિટી ઓપ્શન્સમાં 68.48% હિસ્સો ધરાવે છે, જ્યારે એક્સચેન્જ-ટ્રેડેડ કરન્સી ફ્યુચર્સમાં તેનો હિસ્સો પૂરેપૂરો 100% છે. આ IPO માટે બિડ કરનારા રોકાણકારોને 22 સપ્ટેમ્બરે શેરની ફાળવણી થવાની અપેક્ષા છે અને ત્યારબાદ 24સપ્ટેમ્બરે BSE પર તેનું લિસ્ટિંગ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ