ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ‘દુનિયાભરનો ભારત પર વિશ્વાસ વધ્યો’, સેમિકોન ઇન્ડિયા 2026માં PM મોદીએ આપ્યો ફ્યુચર મંત્ર, 300થી વધુ કંપનીઓનો મેળાવડો
Last Updated: 12:10 PM, 17 September 2026
ADVERTISEMENT
ઉદ્ઘાટન દરમિયાન PM મોદીએ કહ્યું કે દુનિયાનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ઘણી રેટિંગ એજન્સીઓએ પણ ભારતને સારી રેટિંગ આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે કોઈપણ દેશ માટે આટલા ઓછા સમયમાં આ પ્રકારની પ્રગતિ કરવી સરળ નથી.PM મોદીએ કહ્યું કે ભારતની વિકાસયાત્રામાં અનેક સ્ટેકહોલ્ડર્સે મહત્વની ભૂમિકા ભજવી છે. દેશમાં ફેબલેસ કંપનીઓના વિકાસ માટે પણ કામ થઈ રહ્યું છે. આ સાથે AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે.
ADVERTISEMENT
PM મોદીએ ભારતના યુવાનોને પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રની મોટી તાકાત ગણાવી. તેમણે કહ્યું કે દેશમાં એન્જિનિયરિંગ ટેલેન્ટનો મોટો પૂલ છે અને ભારત દર વર્ષે લાખોની સંખ્યામાં એન્જિનિયરો તૈયાર કરે છે.ચિપ ડિઝાઇનિંગ માટે ભારતમાં મોટા પાયે સ્કિલિંગનું કામ ચાલી રહ્યું છે. આ કુશળ યુવા શક્તિ સેમિકન્ડક્ટર અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સેમિકોન ઇન્ડિયા 2026માં ભારતીય કંપનીઓ, રોકાણકારો, સંશોધકો અને વિદ્યાર્થીઓની સાથે દુનિયાભરની ટેક્નોલોજી કંપનીઓ પણ ભાગ લઈ રહી છે. કાર્યક્રમમાં 600થી વધુ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે અને આશરે 50 હજાર મુલાકાતીઓ પહોંચે તેવી અપેક્ષા છે.આ ઉપરાંત 52 દેશોમાંથી 400થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને 150થી વધુ સ્પીકર્સ પણ કાર્યક્રમમાં સામેલ થવાના છે. ત્રણ દિવસ દરમિયાન સેમિકન્ડક્ટર ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક વિષયો પર ચર્ચા અને પ્રેઝન્ટેશન થશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મોદીના હસ્તે 'સેમિકોન ઈન્ડિયા 2026'નું ઓપનિંગ
ADVERTISEMENT
સેમિકોન ઇન્ડિયા 2026માં સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇનને રજૂ કરવામાં આવશે. સેમિકન્ડક્ટર મટિરિયલ અને ચિપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને એડવાન્સ્ડ પેકેજિંગ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા અહીં જોવા મળશે.‘સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમ વેલ્યૂ ચેઇન એક્સપિરિયન્સ’ના માધ્યમથી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની સમગ્ર સફર સમજાવવામાં આવશે. એટલે કે કાચા માલથી લઈને તૈયાર ચિપ અને ત્યારબાદ સિસ્ટમમાં તેના ઉપયોગ સુધીની પ્રક્રિયા દર્શાવવામાં આવશે.
ADVERTISEMENT
સેમિકોન ઇન્ડિયા 2026માં જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ્સ, સિંગાપોર અને સ્વીડનના કન્ટ્રી પેવેલિયન બનાવવામાં આવ્યા છે. આ પેવેલિયન દ્વારા અલગ-અલગ દેશોની સેમિકન્ડક્ટર ક્ષેત્રની ક્ષમતા અને ટેક્નોલોજીનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે.આ ઉપરાંત 12 સ્ટેટ બૂથ, એક સ્ટાર્ટઅપ પેવેલિયન, ઇનોવેશન શોકેસ, સ્ટુડન્ટ હેકાથોન અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પેવેલિયન પણ કાર્યક્રમનો ભાગ છે.
સરળ ભાષામાં સમજીએ તો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રિસિટીના ટ્રાફિક કંટ્રોલર જેવું કામ કરે છે. મોબાઇલ ફોનથી લઈને કાર અને આધુનિક મશીનો સુધી અનેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં તેનો ઉપયોગ થાય છે.સેમિકન્ડક્ટર ચિપ સામાન્ય રીતે સિલિકોનમાંથી તૈયાર કરવામાં આવે છે. સિલિકોનથી બનેલા વેફર પર અબજો નાના ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં આવે છે. આ ટ્રાન્ઝિસ્ટરની મદદથી પ્રોસેસર અને અન્ય ચિપ તૈયાર કરવામાં આવે છે, જે આજના આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ