ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા સરળ બનશે, નવી ડ્રાફ્ટ પોલિસી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થશે

ગુજરાત / અમદાવાદમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા સરળ બનશે, નવી ડ્રાફ્ટ પોલિસી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થશે

Published By: Nidhi Panchal

Last Updated: 01:04 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં જૂની અને જર્જરિત રહેણાક સોસાયટીઓ તેમજ કોમર્શિયલ મિલકતોના રીડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને AMCએ ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026’નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. નવી નીતિમાં ડિમોલિશન દરમિયાન નાગરિકોની સલામતી, પર્યાવરણનું રક્ષણ, ધૂળ નિયંત્રણ અને કાટમાળના યોગ્ય નિકાલ સહિતના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

અમદાવાદ શહેરમાં જૂની અને જર્જરિત રહેણાક સોસાયટીઓ તથા કોમર્શિયલ મિલકતોના રીડેવલપમેન્ટની કામગીરીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના ટાઉન ડેવલપમેન્ટ વિભાગે ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-૨૦૨૬’નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. પર્યાવરણનું રક્ષણ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી તૈયાર કરાયેલી આ ડ્રાફ્ટ પોલિસી મંજૂરી માટે એએમસીની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે.

redev.jpg

નવી નીતિ હેઠળ પરવાનગી વિના અથવા નિયમોનો ભંગ કરીને ડિમોલિશન કરનારા મિલકતધારકો અને કોન્ટ્રાક્ટરો સામે દંડ ઉપરાંત પોલીસ ફરિયાદ (એફઆઈઆર)ની કાર્યવાહી થઈ શકશે. ડિમોલિશન દરમિયાન આસપાસની મિલકતોને નુકસાન થાય તો તેની જવાબદારી પણ મિલકતધારકની રહેશે. ૫૦૦ ચો.મી.થી વધુ બિલ્ટ-અપ વિસ્તાર ધરાવતી મિલકતોનું ડિમોલિશન કરાવવા માટે ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ મંજૂરી લેવી પડશે. જ્યારે ૧૫ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી અથવા ૧૦,૦૦૦ ચો.મી.થી વધુ બિલ્ટ-અપ વિસ્તાર ધરાવતી ઇમારતો તોડવા માટે સ્ટ્રક્ચરલ એસેસમેન્ટ રિપોર્ટ, કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન તેમજ એન્વાયર્નમેન્ટલ અને સેફ્ટી મેનેજમેન્ટ પ્લાન રજૂ કરવાના રહેશે. પ્રમાણિત નિષ્ણાતની દેખરેખ વિના ડિમોલિશનની કામગીરી કરી શકાશે નહીં.

15 મીટરથી વધુ ઊંચાઈ

500 ચો.મી.થી ઓછી બિલ્ટ-અપ વિસ્તાર ધરાવતી મિલકતો માટે પણ સલામતી અને પર્યાવરણને લગતા નિયમોનું પાલન ફરજિયાત રહેશે.15 મીટરથી ઓછી ઊંચાઈ અને 5,000 ચો.મી. સુધીના બિલ્ટ-અપ વિસ્તાર ધરાવતી ઇમારતો માટે ડિમોલિશનની મંજૂરી ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ મેળવવાની રહેશે. 15 મીટરથી વધુ ઊંચાઈ અથવા ૧૦,૦૦૦ ચો.મી.થી વધુ બિલ્ટ-અપ વિસ્તાર ધરાવતી ઇમારતો માટે ડિમોલિશન પહેલાં સ્ટ્રક્ચરલ એસેસમેન્ટ રિપોર્ટ તથા ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ અને સેફ્ટી પ્લાન રજૂ કરીને મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

પાણી, વીજળી અને ગેસનું જોડાણ કાપવું ફરજિયાત

ડિમોલિશન પહેલાં પાણી, વીજળી અને ગેસ સહિતની તમામ યુટિલિટી સેવાઓનું જોડાણ કાપવામાં આવ્યું હોવાના દસ્તાવેજો પણ રજૂ કરવાના રહેશે. ડિમોલિશન દરમિયાન ટ્રાફિકના પ્રવાહ અથવા રાહદારીઓની સલામતી સાથે કોઈ બાંધછોડ કરી શકાશે નહીં. ડિમોલિશન સ્થળે ‘Demolition Work in Progress’ અને ‘Danger’ જેવા ચેતવણીના સાઇનબોર્ડ લગાવવાના રહેશે.

ધૂળ નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા

હવાનાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ડિમોલિશન સ્થળે ડસ્ટ બેરિયર અને વિન્ડ શિલ્ડ લગાવવી પડશે. ઇમારતને સંપૂર્ણપણે ગ્રીન નેટથી ઢાંકવી પડશે. ડિમોલિશન પહેલાં અને કામગીરી દરમિયાન પાણીના સ્પ્રિન્કલરનો ઉપયોગ કરવો પડશે તથા સતત મિસ્ટિંગ સિસ્ટમ કાર્યરત રાખવી પડશે. સ્થળ પર ડસ્ટ મોનિટરિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરવાની રહેશે. કટિંગ અને ડ્રિલિંગની કામગીરી માત્ર ડિમોલિશન સાઇટની સીમાની અંદર જ કરવાની રહેશે, જેથી આસપાસના જાહેર રસ્તાઓ પર ટ્રાફિક અથવા રાહદારીઓની અવરજવર પર અસર ન પડે.

આ પણ વાંચો : અમદાવાદમાં લીંબુના ભાવ આસમાને, છૂટક બજારમાં કિલોનો ભાવ ₹250, હોલસેલમાં ₹120થી ₹200

48 કલાકમાં કાટમાળ હટાવવો પડશે

ડિમોલિશન દરમિયાન નીકળતા કાટમાળને સ્થળ પર ખુલ્લો રાખી શકાશે નહીં. કાટમાળને ઢાંકીને રાખવો અને કવર કરાયેલાં વાહનોમાં ૪૮ કલાકની અંદર સાઇટની બહાર લઈ જવો ફરજિયાત રહેશે. ડિમોલિશન પહેલાં અને બાદના ફોટોગ્રાફ પણ રજૂ કરવાના રહેશે. એએમસીના એક અધિકારીએ જણાવ્યું કે, ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પિક ગેમ્સ યોજાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને શહેરમાં જૂની સોસાયટીઓ અને કોમર્શિયલ મિલકતોના મોટા પાયે રીડેવલપમેન્ટની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Demolition Policy Redevelopment Rules AMC Ahmedabad

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ