ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:42 AM, 17 September 2026
ADVERTISEMENT
આજે 17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે દેશભરમાં અનેક કાર્યક્રમો થઇ રહ્યા છે. સૌપ્રથમ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં "સેવા સંકલ્પ અભિયાન" શરૂ કરવામાં આવ્યુ છે, જે દરમિયાન રસ્તાઓ, ગટર વ્યવસ્થા, શિક્ષણ અને વીજળી સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. વધુમાં પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે દિલ્હીમાં કર્તવ્ય માર્ગ પર સવા લાખ આશીર્વાદના દીવા પ્રગટાવવામાં આવશે.
ADVERTISEMENT
પીએમ મોદીના રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેમણે ઓક્ટોબર 2001 થી મે 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે. ત્યાર બાદ 2014 થી દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી છે. તેમણે 2014 માં પહેલીવાર લોકસભા ચૂંટણી જીતી પ્રધાનમંત્રી બન્યા હતા અને આજે પણ પ્રધાનમંત્રી છે. આ પ્રસં, ચાલો પીએમ મોદીના કેટલાક નોંધપાત્ર રેકોર્ડ અને સિદ્ધિઓનું વિશે જાણીએ.
પીએમ મોદીના 5 મોટા રેકોર્ડ
ADVERTISEMENT
ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ: 10 જૂન, 2026 ના વડા પ્રધાન મોદીએ પંડિત જવાહરલાલ નેહરુના 4,398 દિવસના રેકોર્ડને પાછળ છોડી દીધો, તેમણે સતત 4,399 દિવસ સુધી વડા પ્રધાન તરીકે સેવા આપી. આ સાથે તેઓ સૌથી લાંબા સમય સુધી નિર્વાચિત વડા પ્રધાન બન્યા.
સરકારના વડા તરીકે સૌથી લાંબો કાર્યકાળ
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001 ના ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું, અને ત્યારથી તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાન બંને તરીકે કુલ લગભગ 25 વર્ષ સુધી સરકારના વડા તરીકે ભૂમિકા નિભાવી છે.
સતત ત્રણ લોકસભા ચૂંટણીઓમાં સફળતા
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ 2014 થી શરૂ થતી સતત ત્રણ સામાન્ય ચૂંટણીઓમાં તેમના પક્ષ અને ગઠબંધનનું નેતૃત્વ કર્યું. આ ચૂંટણીઓ પછી તેમણે સતત ત્રીજા કાર્યકાળ માટે કેન્દ્રમાં સરકાર બનાવી. આમ તેઓ સતત ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવાનો રેકોર્ડ ધરાવે છે.
મુખ્યમંત્રી તરીકે રેકોર્ડ
ADVERTISEMENT
ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ: નરેન્દ્ર મોદી ઓક્ટોબર 2001 થી મે 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રીના પદ પર રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમના નેતૃત્વ હેઠળ ભાજપે રાજ્યમાં સતત ચૂંટણીમાં જીત મેળવી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ PM Modi જન્મદિવસ વિશેષ / "મિત્રોના કારણે રાજકારણમાં આવ્યો" આ એક ઘટનાએ PM મોદીના જીવનને આપ્યો નવો વળાંક
વિદેશી સન્માન મેળવવાનો રેકોર્ડ
વડા પ્રધાન મોદીને વિવિધ દેશો દ્વારા 30 થી વધુ પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા છે. વિદેશી દેશો દ્વારા ભારતીય વડા પ્રધાનને આપવામાં આવેલા વિદેશી સન્માનોની આ સૌથી વધુ સંખ્યા છે. આમાં સિઓલ શાંતિ પુરસ્કાર, ફિલિપ કોટલર રાષ્ટ્રપતિ પુરસ્કાર, ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ, અફઘાનિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન, સાઉદી અરેબિયાનો બીજો સૌથી ઉચ્ચ નાગરિક સન્માન અને ઇજિપ્તનો સર્વોચ્ચ નાગરિક સન્માનનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
PM Modi જન્મદિવસ વિશેષ / "મિત્રોના કારણે રાજકારણમાં આવ્યો" આ એક ઘટનાએ PM મોદીના જીવનને આપ્યો નવો વળાંક