ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:54 PM, 16 September 2026
ADVERTISEMENT
કોમેડી ફેંસ માટે એક મોટી ખુશીની ખબર આવી છે. કપિલ શર્મા પોતાના ફેમસ ટોક શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની પાંચમી સીઝન સાથે ફરી એકવાર પ્રેક્ષકોને હસાવવા માટે તૈયાર છે. કપિલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મજેદાર પ્રોમો વીડિયો શેર કરીને આ જાહેરાત કરી છે.
ADVERTISEMENT
નવી સીઝન 26 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે. દરેક નવો એપિસોડ દર શનિવારે રાત્રે 8 વાગ્યે રિલીઝ થશે. આ વખતે શોને માત્ર કોમેડી શો તરીકે નહીં પરંતુ સાચા અર્થમાં ‘કોમેડી કા ત્યોહાર' તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોમોમાં સમગ્ર કાસ્ટ મ્યુઝિકલ સ્ટાઈલમાં શોની વાપસીનું સેલીબ્રેટ કરતી જોવા મળે છે.
Dhol, nagaada sab bajege, kyunki Hansi Ka TyoHAHAar ab Netflix pe sajega! 🥳 pic.twitter.com/vJv22fnSht
— Netflix India (@NetflixIndia) September 16, 2026
ADVERTISEMENT
કપિલ શર્મા સાથે સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, અર્ચના પૂરન સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ પણ પાછા આવી રહ્યા છે. જેમાં નેટફ્લિક્સે પણ પોતાના સોશિયલ મીડિયા પર એક મજાની પોસ્ટ મૂકી છે, જેમાં લખ્યું છે – “ઢોલ-નગારા વાગશે, કેમ કે ‘કોમેડી કા ત્યોહાર' હવે નેટફ્લિક્સ પર સજવા જઈ રહ્યો છે!”
કપિલ શર્મા નવા સીઝનને લઈને ખૂબ એકસાઈટેડ દેખાય છે. તેને કહ્યું કે, “દરેક સીઝનમાં અમને લાગે છે કે અમે ઘણી મસ્તી કરી લીધી છે પણ પછી ખ્યાલ આવે છે કે હજુ કામ બાકી છે! અને ક્યાંક ક્યાંક મને લાગે છે કે આ જ વાત અમને આગળ વધારે છે.”
ADVERTISEMENT
ઉલ્લખનીય છે કે, શોની ચોથી સીઝન આ વર્ષે 14 માર્ચે પૂરી થઇ હતી. માત્ર થોડા મહિનામાં જ કપિલે ફેન્સને આ સરપ્રાઈઝ આપી દીધો છે. પાછલી સીઝનની જેમ આ વખતે પણ મોટી સેલિબ્રિટીઓના ગેસ્ટ એપિયરન્સ, રસપ્રદ વાતચીત અને કોમેડી સ્કેચનો બરકરાર ચાલુ રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ