ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bigg Boss 20માં મહી વિજ-આમ્રપાલી દુબે વચ્ચે જોરદાર બબાલ, કેપ્ટન્સી ટાસ્કે બિગબોસ હાઉસનો માહોલ ગરમાવ્યો
Last Updated: 10:43 AM, 16 September 2026
ADVERTISEMENT
સલમાન ખાનના રિયાલિટી શો Bigg Boss 20નો 10મો એપિસોડ વિવાદ અને કેપ્ટન્સીની જંગથી ભરપૂર રહ્યો. એક તરફ કિચનમાં માહી વિજ અને આમ્રપાલી દુબે વચ્ચે થયેલી બોલાચાલી ચર્ચામાં રહી તો બીજી તરફ કેપ્ટન્સી ટાસ્ક દરમિયાન અરિશ્ફા અને સ્કાઉટ વચ્ચે પણ જોરદાર ટક્કર જોવા મળી.
ADVERTISEMENT
એપિસોડમાં ઘરના આગામી કેપ્ટનને પસંદ કરવા માટે 'રંગ દે' ટાસ્ક રમાડવામાં આવ્યો. આ ટાસ્કમાં ઘરના સભ્યોને એ જણાવવાની તક મળી કે તેઓ કોને કેપ્ટન બનતા જોવા નથી માંગતા. છોકરાઓને સફેદ કપડાંમાં ઉભા રાખવામાં આવ્યા હતા અને છોકરીઓએ તેમના પર રંગ નાખીને પોતાનો ટાર્ગેટ પસંદ કરવાનું હતો. જેના પર સૌથી વધુ રંગ પડતો તે કેપ્ટન્સીની રેસમાંથી બહાર થઈ જતો.
ADVERTISEMENT
ટાસ્ક દરમિયાન સ્કાઉટ ઓપી, કાજી તૌકીર, યંગ ડીએસએ અને રોહેડ ખાન કેપ્ટન્સીની રેસમાંથી બહાર થઈ ગયા. આ દરમિયાન અરિશ્ફા અને સ્કાઉટ-યંગ વચ્ચે પણ જોરદાર વિવાદ થયો. બંને તરફથી એકબીજા પર રંગ નાખવામાં આવ્યો અને વાત પર્સનલ કોમેન્ટ સુધી પહોંચી ગઈ. અંતે અરિશ્ફા અને સ્કાઉટ બંને ભાવુક થઈને રડતા જોવા મળ્યા.
ADVERTISEMENT
એપિસોડમાં કેપ્ટન્સી ટાસ્ક કરતાં પણ મહી વિજ અને આમ્રપાલી દુબે વચ્ચેની લડાઈ વધુ ચર્ચામાં રહી. કિચનમાં જમવાનું બનાવતી વખતે ચિકનમાં બટાકા નાખવા મુદ્દે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. થોડી જ વારમાં વાત વધી ગઈ અને બંને વચ્ચે વ્યક્તિગત ટિપ્પણીઓ પણ થઈ. આ દરમિયાન માહી ભાવુક થઈને રડતી જોવા મળી હતી, જ્યારે આમ્રપાલી પણ પોતાની વાત પર અડગ રહી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સલમાન ખાનની ‘માતૃભૂમિ’ પર બ્રેક, 2026માં રિલીઝ નહીં થાય, જાણો ક્યારે રિલીઝ થશે સલમાનની ફિલ્મ
ADVERTISEMENT
બિગ બોસના ઘરમાં હાલમાં લડાઈની સાથે નૉમિનેશનનો પણ દબાણ જોવા મળી રહ્યું છે. રોહેડ ખાન, આસિફ ખાન અને સ્કાઉટ ઓપી પહેલેથી જ નૉમિનેટ થઈ ચૂક્યા છે. હવે કેપ્ટન્સીની જંગ અને નૉમિનેશનને કારણે આગામી એપિસોડમાં ઘરના સભ્યો વચ્ચેના સંબંધો અને જૂથોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
મંગળવારનો એપિસોડ લડાઈ, ભાવુક ક્ષણો અને કેપ્ટન્સીની જંગને કારણે ચર્ચામાં રહ્યો. મહી વિજ-આમ્રપાલી દુબેની બોલાચાલીથી લઈને અરિશ્ફા અને સ્કાઉટ વચ્ચેના વિવાદ સુધી અનેક પ્રસંગોએ ઘરમાં માહોલ ગરમાયો. હવે આગામી એપિસોડમાં કેપ્ટન્સીની જંગ અને નૉમિનેશન બાદ કયા નવા સમીકરણો બને છે તે જોવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ