ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ભર ચોમાસે પાણી માટે વલખાં મારવાં પડશે, રાજકોટમાં 6 દિવસ સુધી પીવાનું પાણી નહીં મળે
Last Updated: 12:03 PM, 16 September 2026
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટ શહેરમાં આગામી છ દિવસ સુધી પાણી પુરવઠાને અસર થવાની સ્થિતિ સર્જાઈ છે. પાણી પુરવઠાની લાઈનમાં ખામી સર્જાતા શહેરના 18 વોર્ડના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તંત્ર દ્વારા 21 સપ્ટેમ્બર સુધી પાણીકાપની અસર રહેવાની માહિતી આપવામાં આવી છે. સૌની યોજના મારફતે નર્મદાનું પાણી ડેમ સુધી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ ડેમમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થામાં સમય લાગશે. જેના કારણે લોકોને નિયમિત પાણી પુરવઠા માટે હજુ રાહ જોવી પડશે.
ADVERTISEMENT

ત્રણ લાઈનમાં ખામી, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ
ADVERTISEMENT
શહેરમાં પાણી પહોંચાડતી ત્રણ લાઈનમાં ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પ્રભાવિત થયું છે. પરિણામે 18 વોર્ડમાં લોકોને આગામી દિવસોમાં પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. તંત્ર દ્વારા લાઈનની કામગીરી અને પાણી પુરવઠો પૂર્વવત કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, સામાન્ય પુરવઠો શરૂ થતાં હજુ કેટલાક દિવસ લાગવાની શક્યતા છે.
મહિલાઓમાં રોષ, બહારથી પાણી ખરીદવાની નોબત
ADVERTISEMENT
છ દિવસના પાણીકાપને કારણે સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

ADVERTISEMENT
સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે રોજિંદા વપરાશ માટે પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે. કેટલાક પરિવારોને બહારથી પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. “અમારે બહારથી પાણી વેચાતું લેવું પડે છે. રોજિંદા જીવનમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.”
‘ચોમાસામાં આ સ્થિતિ છે તો ઉનાળામાં શું થશે?’
ADVERTISEMENT
સ્થાનિક રહેવાસીઓએ પાણી પુરવઠાની વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે. એક સ્થાનિકે જણાવ્યું હતું કે, “હાલ ચોમાસાની સિઝનમાં જ જો પાણી માટે આટલી મુશ્કેલી પડી રહી હોય તો ઉનાળામાં સ્થિતિ કેવી હશે?” અન્ય રહેવાસીઓએ પણ વર્ષોથી નિયમિત રીતે વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓમાં ખામી રહેતી હોવાનો આક્ષેપ કર્યો છે.
‘વેરો ભરીએ છીએ, છતાં પાણી માટે પરેશાની’
ADVERTISEMENT
સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ નિયમિત રીતે વેરાબિલ ભરે છે, છતાં પાણી જેવી મૂળભૂત સુવિધા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક રહેવાસીએ રોષ વ્યક્ત કરતાં કહ્યું, “વર્ષોથી વેરાબિલ ભરીએ છીએ, છતાં પ્રાથમિક સુવિધા મળતી નથી. જો યોગ્ય રીતે પાણી આપવામાં નહીં આવે તો અમે વેરો નહીં ભરીએ.”
એક્સપ્રેસ ફીડર લાઈનનો મુદ્દો ફરી ચર્ચામાં
રાજકોટમાં પાણીની સમસ્યા વચ્ચે એક્સપ્રેસ ફીડર લાઈન નાખવાની વાત પણ ફરી ચર્ચામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે લાંબા ગાળે પાણી પુરવઠો સુચારુ રાખવા માટે જરૂરી માળખાકીય કામગીરી ઝડપથી પૂર્ણ થવી જોઈએ. હાલમાં તંત્રનું મુખ્ય ધ્યાન ખામીગ્રસ્ત લાઈનોને દુરસ્ત કરી પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવા પર છે. 21 સપ્ટેમ્બર સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો