ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાણંદમાં ફરી દીપડાના ભણકારા, એક શ્વાનના શિકારની આશંકાએ સમગ્ર વિસ્તારમાં ફફડાટ

ભય / સાણંદમાં ફરી દીપડાના ભણકારા, એક શ્વાનના શિકારની આશંકાએ સમગ્ર વિસ્તારમાં ફફડાટ

Published By: Vishal Khamar

Last Updated: 12:40 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાણંદના મોટી દેવતી ગામે દીપડો હોવાની આશંકાને લઈ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT

અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં ફરી એકવાર દીપડાની હાજરીને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી દેવતી ગામના રોડ નજીક દીપડાના પંજાના નિશાન મળી આવ્યા હોવાની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વિસ્તારમાં તપાસ દરમિયાન ઈંટોના ભઠ્ઠા નજીક એક શ્વાનનું મારણ પણ મળી આવ્યું છે.

ફૂટપ્રિન્ટ દીપડાના હોવાની શક્યતા

સાણંદ રેન્જના RFO હરેશભાઈ દેસાઈના જણાવ્યા મુજબ, 15 સપ્ટેમ્બરે મોટી દેવતી ગામ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલા પંજાના નિશાન દીપડાના હોવાની પૂરી શક્યતા હોવાનું RFOએ જણાવ્યું હતું.

વન વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

વન વિભાગે દીપડાની હિલચાલ અંગે વધુ માહિતી મેળવવા માટે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દીપડાને પકડવા માટે જરૂરી સ્થળોએ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે.

અગાઉ પણ આ જ વિસ્તારમાં મળ્યા હતા નિશાન

વન વિભાગના જણાવ્યા પ્રમાણે, અગાઉ પણ મોટી દેવતી ગામ નજીક દીપડાની હાજરીના સંકેતો મળ્યા હતા. આ વખતે પણ અગાઉના સ્થળની આસપાસ જ પંજાના નિશાન મળતાં દીપડો આ વિસ્તારમાં ફરીથી સક્રિય થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વન વિભાગની ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે

ઈંટોના ભઠ્ઠા નજીક શ્વાનનું મારણ મળી આવતાં પણ વન વિભાગ દ્વારા સ્થળની આસપાસ તપાસ કરવામાં આવી રહી છે. દીપડાની ચોક્કસ હિલચાલ જાણવા ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

જુલાઈ-ઓગસ્ટમાં પણ દીપડાની હિલચાલ

અમદાવાદ શહેર અને સાણંદ તાલુકાની આસપાસ જુલાઈ અને ઓગસ્ટ 2026 દરમિયાન પણ દીપડો જોવા મળ્યાના અહેવાલો સામે આવ્યા હતા. હવે સપ્ટેમ્બરમાં ફરી મોટી દેવતી વિસ્તારમાં દીપડાના ફૂટપ્રિન્ટ મળતાં વન વિભાગે સતર્કતા વધારી છે.

આ પણ વાંચોઃ ભર ચોમાસે પાણી માટે વલખાં મારવાં પડશે, રાજકોટમાં 6 દિવસ સુધી પીવાનું પાણી નહીં મળે

વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને ખાસ કરીને રાત્રિના સમયે ખુલ્લા વિસ્તારમાં એકલા ન જવા સૂચના આપવામાં આવી રહી છે. હાલ ટીમ દ્વારા દીપડાને શોધી પાંજરે પૂરવા માટે કામગીરી ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad leopard sighting Sanand leopard news Moti Devti leopard

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ