ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:57 AM, 16 September 2026
ADVERTISEMENT
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે મહત્વનો છે. અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામની અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી શકે છે. 16 સપ્ટેમ્બરે સવારે લગભગ 8 વાગ્યે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,51,350 પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ચાંદીનો ભાવ વધીને ₹2,31,880 પ્રતિ કિલો થઈ ગયો છે.
ADVERTISEMENT
ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં થોડી નબળાઈ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું 0.47 ટકા ઘટીને $4,291.54 પ્રતિ ઔંસ પર છે. બીજી તરફ ચાંદી 0.28 ટકા વધીને $63.83 પ્રતિ ઔંસ પર પહોંચી છે.
ADVERTISEMENT
16 સપ્ટેમ્બરના આંકડા પ્રમાણે મુંબઈમાં 24 કેરેટ સોનું ₹1,51,070 પ્રતિ 10 ગ્રામ, દિલ્હીમાં ₹1,50,810, ચેન્નાઈમાં ₹1,51,510, કોલકાતામાં ₹1,50,870, બેંગલુરુમાં ₹1,51,190 અને હૈદરાબાદમાં ₹1,51,310 પ્રતિ 10 ગ્રામ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
999 ફાઇન ચાંદીની વાત કરીએ તો મુંબઈમાં તેનો ભાવ ₹2,31,460 પ્રતિ કિલો, દિલ્હીમાં ₹2,31,060, ચેન્નાઈમાં ₹2,32,130, કોલકાતામાં ₹2,31,850, બેંગલુરુમાં ₹2,31,640 અને હૈદરાબાદમાં ₹2,31,830 પ્રતિ કિલો છે.
ADVERTISEMENT
ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની બેઠક 15 અને 16 સપ્ટેમ્બરે ચાલી રહી છે. તેના પરિણામની જાહેરાત 16 સપ્ટેમ્બરે ભારતીય સમય મુજબ રાત્રે 11:30 વાગ્યે થવાની છે. ફેડનો નિર્ણય અને ફેડ ચેરની ટિપ્પણી સોના-ચાંદીની આગળની દિશા માટે મહત્વની બની શકે છે.આપેલા રોઇટર્સ સર્વે પ્રમાણે 101માંથી 86 અર્થશાસ્ત્રીઓએ 0.25 ટકાના વ્યાજદર વધારાની અપેક્ષા વ્યક્ત કરી છે. જો આવું થાય તો અમેરિકામાં વ્યાજદર 3.75થી 4.00 ટકા થઈ શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ Opening Bell: ખુલતાંની સાથે જ શેર માર્કેટમાં તેજી, સેંસેક્સમાં 250 પોઈન્ટની તેજી, નિફ્ટી 23200ને પાર
સામાન્ય રીતે અમેરિકામાં વ્યાજદર વધે ત્યારે ડોલર અને સરકારી બોન્ડની યીલ્ડ મજબૂત થઈ શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારોને વ્યાજ આપતી સંપત્તિઓ વધુ આકર્ષક લાગી શકે છે. બીજી તરફ સોનું અને ચાંદી નિયમિત વ્યાજ કે ડિવિડન્ડ આપતા નથી.આ કારણે ઊંચા વ્યાજદરના વાતાવરણમાં સોનાની માંગ પર દબાણ આવી શકે છે. જોકે વાસ્તવિક ભાવ પર ફેડના નિર્ણય ઉપરાંત ડોલરની ચાલ, બોન્ડ યીલ્ડ, વૈશ્વિક બજાર અને રોકાણકારોની પ્રતિક્રિયા જેવા અનેક પરિબળોની અસર રહે છે.
ફેડના નિર્ણય પહેલાં સોના-ચાંદીના ભાવમાં હલચલ વધી છે. વ્યાજદર અંગે ફેડનો નિર્ણય અને ત્યારબાદની ટિપ્પણી બજાર માટે મહત્વની રહેશે. તેથી ફેડના નિર્ણય બાદ સોના-ચાંદીના ભાવમાં તેજી કે ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ માત્ર વ્યાજદરના નિર્ણયના આધારે ભાવ કેટલા ઘટશે તે નક્કી કરી શકાય નહીં.
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો