ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈડરના ગંભીરપુરામાં દીપડાના આંટાફેરા, એકસાથે બે દીપડા દેખાયા
Last Updated: 09:04 AM, 16 September 2026
ADVERTISEMENT
સાબરકાંઠા: ઈડર તાલુકાના ગંભીરપુરા વિસ્તારમાં દીપડાના આંટાફેરાની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘાટી વિસ્તારમાં એકસાથે બે દીપડા જોવા મળ્યાની માહિતી સામે આવતા રહેણાક વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી છે.
ADVERTISEMENT
દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગંભીરપુરા નજીકના ઘાટી વિસ્તારમાં બે દીપડા એકસાથે નજરે પડ્યા હતા. દીપડા દેખાતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રહેણાક વિસ્તારની નજીક દીપડાની અવરજવર હોવાના કારણે લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
એકસાથે બે દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ
ADVERTISEMENT
એકસાથે બે દીપડા દેખાયા હોવાના અહેવાલ બાદ સ્થાનિકોમાં વધુ સતર્કતા જોવા મળી રહી છે. લોકો દ્વારા વન વિભાગને જાણ કરી દીપડાની હિલચાલ પર નજર રાખવા અને જરૂરી સુરક્ષા પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં નકલી દૂધનું રેકેટ ઝડપાયું, રોજનું હજારો લીટર બનાવટી દૂધ બનતું
ADVERTISEMENT
રાત્રીના સમયે સાવચેતી રાખવા અપીલ
ગંભીરપુરા અને આસપાસના વિસ્તારોમાં લોકોને ખાસ કરીને રાત્રિના સમયે સાવચેતી રાખવા અને એકલા બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. દીપડાની સતત અવરજવર સામે વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો આશા વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો