ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકાધીશના મંદિરમાં કિંજલ દવેના ફોટોશૂટથી વકર્યો વિવાદ, શું સામાન્ય જનતા અને સેલિબ્રિટી માટે અલગ નિયમો છે?

કાર્યવાહી ક્યારે / દ્વારકાધીશના મંદિરમાં કિંજલ દવેના ફોટોશૂટથી વકર્યો વિવાદ, શું સામાન્ય જનતા અને સેલિબ્રિટી માટે અલગ નિયમો છે?

Published By: Vishal Khamar

Last Updated: 04:26 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાધીશ મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ છતાં કિંજલ દવેના ફોટા વાયરલ થતાં વિવાદ. સામાન્ય ભક્તો માટે કડક નિયમો અને સેલિબ્રિટીઝને છૂટછાટ સામે લોકોએ સવાલ ઉઠાવ્યા.

ADVERTISEMENT

દ્વારકા | યાત્રાધામ દ્વારકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગત મંદિર પરિસરમાંથી જાણીતી ગાયિકા કિંજલ દવેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવો વિવાદ ઊભો થયો છે. મંદિર પરિસરમાં કેમેરા અને મોબાઇલ ફોન લઈ જવા પર સખત પ્રતિબંધ હોવા છતાં સેલિબ્રિટીઝ માટે નિયમો નેવે મૂકાતા સામાન્ય ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરક્ષા કર્મચારીઓની હાજરી છતાં કેમેરો અંદર કેવી રીતે પહોંચ્યો?

અહેવાલો મુજબ, ગાયિકા કિંજલ દવેએ લગભગ ૩ દિવસ પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ફોટોગ્રાફ્સ પાડવામાં આવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ વાયરલ થઈ ગયા હતા.

દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં સામાન્ય શ્રદ્ધાળુઓ માટે મોબાઇલ, કેમેરા કે અન્ય કોઈ પણ પ્રકારના ડિજિટલ શૂટિંગ ઉપકરણો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. મુખ્ય દ્વાર પર કડક સિક્યુરિટી ચેકિંગ હોવા છતાં અને સુરક્ષા કર્મચારીઓની સતત હાજરી વચ્ચે કેમેરો કે મોબાઇલ અંદર કેવી રીતે પહોંચ્યો, તે અંગે હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

નિયમોમાં બેવડા ધોરણો સામે લોકોનો આક્રોશ

સોશિયલ મીડિયા પર આ ફોટા વાયરલ થતાં જ લોકોએ તીખી પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. નેટિઝન્સ અને ભાવિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે:

  • જો સામાન્ય ભક્તો માટે નિયમો કડક હોય, તો સેલિબ્રિટીઝને આવી વિશેષ છૂટછાટ કોણે આપી?
  • શું મંદિરના સુરક્ષા નિયમો માત્ર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે જ બનાવવામાં આવ્યા છે?

સુરતના યુટુબર પર થઈ હતી FIR, કિંજલ દવે સામે પગલાં લેવાશે?

ઉલ્લેખનીય છે કે આ પહેલા જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન સુરતના એક યુટુબરે પણ મંદિર અંદરનો વિડિયો વાયરલ કર્યો હતો. તે સમયે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને સુરતના યુટુબર વિરુદ્ધ BNSની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ નવસારીનો ગણેશ પંડાલ જોઈ 'આંખો ચાર થઇ જશે', અહીં દર્શન કરતાની સાથે જ 80ના દાયકાની યાદ આવશે

હવે જ્યારે પ્રખ્યાત સિંગર કિંજલ દવેના ફોટા વાયરલ થયા છે, ત્યારે લોકો પોલીસ અને તંત્રની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો માંગ કરી રહ્યા છે કે યુટુબરની જેમ કિંજલ દવે સામે પણ કડક કાનૂની પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ સેલિબ્રિટી નિયમોનો અનાદર ન કરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka temple mobile ban rules Dwarka Jagat Mandir viral news Kinjal Dave Dwarka photo controversy

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ