ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ગણેશજીની મૂર્તિનું વિસર્જન કેટલા દિવસ બાદ કરવું? જાણો દોઢ દિવસથી અનંત ચતુર્દશી સુધીના નિયમો
5 ફોટો ગેલેરી
Last Updated: 04:48 PM, 15 September 2026
1/5
ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઘર-ઘરમાં ગણપતિ બપ્પાનું આગમન થાય છે. આ વર્ષે 14 સપ્ટેમ્બર સોમવારે સ્થાપના થઈ ગઈ છે. હવે ભક્તોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે બપ્પાને કેટલા દિવસ ઘરમાં રાખીને વિસર્જન કરવું? કોઈ દોઢ દિવસ, કોઈ ત્રણ-પાંચ-સાત દિવસ અને કોઈ પૂરા દસ દિવસ અનંત ચતુર્દશી સુધી બપ્પાને રાખે છે. દરેકની પોતાની પરંપરા અને સંકલ્પ અલગ હોય છે. ચાલો જાણીએ આ વિવિધ દિવસોનું મહત્ત્વ.
2/5
જેઓ સંક્ષિપ્તમાં ઉત્સવ મનાવે છે, તેઓ સ્થાપનાના બીજા જ દિવસે બપહોર પછી વિસર્જન કરી દે છે. સમયની મર્યાદા કે સંકલ્પ પૂર્તિને લીધે આ ટૂંકો માર્ગ પસંદ કરાય છે. ભલે બપ્પા માત્ર દોઢ દિવસ જ ઘરમાં વિરાજમાન રહે, પણ તે ટૂંકા સમયમાં પણ ઘરનું વાતાવરણ ભક્તિમય અને પાવન બની જાય છે. પૂરા ભાવથી પૂજા-આરતી કરીને જળમાં વિલીન કરવામાં આવે છે. આ નાનો ઉત્સવ પણ મોટા ઉત્સવ જેટલો જ ફળદાયી માનવામાં આવે છે.
ADVERTISEMENT
3/5
ઘણા પરિવારોમાં વિષમ સંખ્યાવાળા દિવસોમાં ત્રણ, પાંચ કે સાત હોય છે, જેમાં માં વિસર્જન કરવાની પરંપરા છે. શાસ્ત્રો અને પરંપરા મુજબ આ દિવસો અત્યંત શુભ મનાય છે. કોઈ પોતાની મન્નત પૂરી થયા પછી પાંચ કે સાત દિવસનો સંકલ્પ લે છે અને નિયમથી સવાર-સાંજ પૂજા-આરતી કરે છે. સંકલ્પ પૂરો થતાં જ નક્કી કરેલા દિવસે સન્માનપૂર્વક બપ્પાને વિદાઈ આપવામાં આવે છે. આ સંપૂર્ણપણે પારિવારિક રીતિ-રિવાજ અને વ્યક્તિગત ભાવના પર આધારિત છે.
4/5
ગણેશ વિસર્જનનો સૌથી મહત્ત્વનો દિવસ અનંત ચતુર્દશી છે. ભાદ્રપદ ચતુર્થીથી શરૂ થઈને અનંત ચતુર્દશી સુધીના પૂરા દસ દિવસ બપ્પાની સેવા કરવામાં આવે છે. આ સૌથી મોટો અને સંપૂર્ણ ઉત્સવ મનાય છે. વિસર્જનનો મૂળ સંદેશ એ છે કે ગણેશજી આપણા બધા દુઃખો અને વિઘ્નોને પોતાની સાથે લઈ જઈને જળતત્ત્વમાં વિલીન થઈ જાય છે. જ્યારે બપ્પા જળમાં ઓગળે છે ત્યારે તેઓ ભક્તના જીવનની બધી મુશ્કેલીઓ પણ વહાવી લે છે. આથી અનંત ચતુર્દશીના દિવસે ધૂમધામ અને ભક્તિભાવથી વિદાઈ આપીને આવતા વર્ષે ફરી આવવાની પ્રાર્થના કરવામાં આવે છે.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ