ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / વિદેશમાં સોના-ચાંદીની ચમક ઘટી, આ કારણે માર્કેટમાં વધ્યું દબાણ, જાણો સોનું ખરીદવું જોઈએ કે નહીં?
6 ફોટો ગેલેરી
Last Updated: 04:43 PM, 15 September 2026
1/6
અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય પોલિસી બેઠક શરૂ થાય તે પહેલાં જ વૈશ્વિક બુલિયન માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. કૉમેક્સ (COMEX) પર સોનું ઘટીને $4,339.60 પ્રતિ ઔંસ અને ચાંદી $63.765 પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. સ્થાનિક બજારમાં પણ દિલ્હી ખાતે સોનાનો ભાવ રૂ. 500 ઘટીને રૂ. 1.55 લાખ પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે ચાંદીનો ભાવ રૂ.2.34 લાખ પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહ્યો છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ફેડરલ રિઝર્વ જો વ્યાજદરો અંગે કડક વલણ (હોકિશ) અપનાવશે તો ડૉલર વધુ મજબૂત થશે, જે સોના-ચાંદી પર ટૂંકા ગાળાનું દબાણ ચાલુ રાખશે. બીજી તરફ, મધ્ય પૂર્વમાં ઇરાન સમર્થિત જૂથોના હુમલા અને રાજકીય અસ્થિરતાને કારણે સોનાની સુરક્ષિત રોકાણ તરીકેની માંગ જળવાઈ રહી છે. ચાંદી પર ઔદ્યોગિક માંગનો પ્રભાવ વધુ હોવાથી વૈશ્વિક આર્થિક વૃદ્ધિના સંકેતો તેના દરો નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે.
ADVERTISEMENT
5/6
નિષ્ણાતોના મતે સોના-ચાંદીમાં ટૂંકા ગાળામાં વધઘટ જોવા મળી શકે છે. પરંતુ લાંબા ગાળા માટે સોનાનું આઉટલુક સકારાત્મક છે. ANZ જેવા ગ્લોબલ બ્રોકરેજ હાઉસે ગોલ્ડ-બેક્ડ ETFમાં સુધારો અને ચીન-ભારત જેવા દેશોમાંથી મજબૂત માંગને કારણે સોના માટે 12 મહિનાનો $5,400 પ્રતિ ઔંસનો ટાર્ગેટ જાળવી રાખ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ