ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિલજ અકસ્માતમાં પત્ની ગુમાવનાર પતિની આજીજી, ‘આરોપીને પકડી કડક કાર્યવાહી કરો’

ગુજરાત / શિલજ અકસ્માતમાં પત્ની ગુમાવનાર પતિની આજીજી, ‘આરોપીને પકડી કડક કાર્યવાહી કરો’

Published By: Nidhi Panchal

Last Updated: 01:22 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શિલજ કેનાલ રોડ પર ચાર દિવસ પહેલા થયેલા અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. પત્નીને ગુમાવનાર હાર્દિક દરજીએ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યાયની માગ કરી છે.

ADVERTISEMENT

અમદાવાદમાં શિલજ કેનાલ રોડ પર ચાર દિવસ પહેલા બનેલા અકસ્માતમાં પત્નીને ગુમાવનાર યુવકની આજીજી સામે આવી છે. અકસ્માતમાં પોતાની પત્નીને ગુમાવ્યા બાદ હાર્દિક દરજીએ હવે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. હાર્દિક દરજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પત્નીને ન્યાય અપાવવા માટે માગ કરી છે. તેણે અકસ્માત કરનાર વ્યક્તિની ધરપકડ કરીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. પત્નીના મોત બાદ ચાર દિવસથી ન્યાયની રાહ જોઈ રહેલા હાર્દિકની આજીજીથી પરિવારનું દુઃખ પણ સામે આવી રહ્યું છે.

Accident

મળતી માહિતી મુજબ, ચાર દિવસ પહેલા અમદાવાદના શિલજ કેનાલ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજસ્થાનનો ઘરઘાટી પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન તેણે મોપેડ પર જઈ રહેલી મહિલાને ટક્કર મારી હતી. પૂરઝડપે આવેલી કારે મોપેડને ટક્કર મારતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આ અકસ્માતમાં તેનું મોત થયું હતું. ઘટના બાદ મહિલાના પરિવારજનો પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

હાર્દિક દરજી સતત ન્યાયની રાહ જોઈ રહ્યો

પત્નીને ગુમાવ્યા બાદ હાર્દિક દરજી સતત ન્યાયની રાહ જોઈ રહ્યો છે. અકસ્માતને ચાર દિવસનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી અકસ્માત કરનાર આરોપી પોલીસની પકડથી દૂર છે. આ સ્થિતિમાં હાર્દિક દરજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી છે. તેણે પોતાની પત્નીને ન્યાય અપાવવા માટે આરોપીની વહેલી તકે ધરપકડ કરવાની માગ કરી છે. સાથે જ આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ અપીલ કરી છે.

હવે પોલીસ પણ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ

હાર્દિકની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ હવે પોલીસ પણ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે અકસ્માત કરનાર આરોપીને પકડવા માટે પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી છે. પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી આરોપીને શોધી તેની ધરપકડ કરવા માટે પ્રયાસ કરી રહી છે. જોકે, અકસ્માતને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર હોવાથી પરિવારજનોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ટ્રેનમાંથી અધવચ્ચે ઉતર્યો યુવક, કોઈ હેરાન કરતું હોવાની ફરિયાદ કરી શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે મોપેડ પર જઈ રહેલી મહિલાને પૂરઝડપે કાર ચલાવીને ટક્કર મારનાર વ્યક્તિ ક્યારે પોલીસના હાથે ઝડપાશે. પત્નીને ગુમાવનાર હાર્દિક દરજી હવે પોતાની પત્નીને ન્યાય મળે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવી રહ્યો છે. પરિવારની માગ છે કે અકસ્માત કરનાર આરોપીની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના થઈ હોવાથી આરોપીની ધરપકડ ક્યારે થાય છે તેના પર સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Hardik Darji Shilaj Canal Road

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ